હરિ વેણ વાય છે હરિ વેણ વાય છે રે હો વનમાં, એનો વ્રેહ વાધ્યો મારા તનમાં… હરિ… ચટપટી ચિત્તમાં રે હો લાગી, જીવણ જોવાને હું જાગી… હરિ… રસિયાજીને રે હો રાગે, વ્યાકુળ કીધાં છે રે વૈરાગે… હરિ… ગત ગમ ભૂલી રે હો ગૃહની વનમાં વાંસળી વાગી વ્રેહની… હરિ… સેંથે કાજળ રે હો સાર્યાં, વ્રેહમાં બાળકને વિસાર્યાં… હરિ… ધીરજ ધરીએ રે હો ધ્યાને, કંકણ–નૂપુર પહેર્યાં કાને… હરિ… પ્રીતે પરવશ રે હો કીધાં, લજ્જા લોપી મન હરી લીધાં… હરિ… કંઈ કંઈ વાર્યા રે હો કંથે, પિયુજીને મળવા ચાલ્યાં પંથે… હરિ… ત્રિભુવન નીરખ્યા રે હો તમને, અંગે આનંદ વાધ્યો અમને… હરિ… વાલમ બોલ્યા રે હો વનમાં, મૂળદાસ મહાસુખ પામ્યા મનમાં… હરિ… 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
हरि वेण वाय छे हरि वेण वाय छे रे हो वनमां, एनो व्रेह वाध्यो मारा तनमां… हरि… चटपटी चित्तमां रे हो लागी, जीवण जोवाने हुं जागी… हरि… रसियाजीने रे हो रागे, व्याकुळ कीधां छे रे वैरागे… हरि… गत गम भूली रे हो गृहनी वनमां वांसळी वागी व्रेहनी… हरि… सेंथे काजळ रे हो सार्यां, व्रेहमां बाळकने विसार्यां… हरि… धीरज धरीए रे हो ध्याने, कंकण–नूपुर पहेर्यां काने… हरि… प्रीते परवश रे हो कीधां, लज्जा लोपी मन हरी लीधां… हरि… कंई कंई वार्या रे हो कंथे, पियुजीने मळवा चाल्यां पंथे… हरि… त्रिभुवन नीरख्या रे हो तमने, अंगे आनंद वाध्यो अमने… हरि… वालम बोल्या रे हो वनमां, मूळदास महासुख पाम्या मनमां… हरि… 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
Hari ven vay chhe hari ven vay chhe re ho vanman, Eno vreh vadhyo mara tanman… Hari… Chatpati chittman re ho lagi, Jivnan jovane hun jagi… Hari… Rasiyajine re ho rage, Vyakul kidhan chhe re vairage… Hari… Gat gam bhuli re ho gryhini vanman vansali vagi vrehni… Hari… Santhe kajal re ho saryan, Vrehman balakne visaryan… Hari… Dhiraj dhariye re ho dhyan, Kankan-nupur paheryan kanen… Hari… Prite parvash re ho kidhan, Lajja lopi man hari lidhan… Hari… Kane kane varya re ho kanthe, Piyujine malva chalyan panthe… Hari… Tribhuvan neerakhya re ho tamne, Ange anand vadhyo amne… Hari… Valam bolya re ho vanman, Muldas mahasukh pamyamanman… Hari…
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : સંત મહાત્મા મુલદાસ
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.
મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી. સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે લીધી હતી. (સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy