સોહં સોહં જોપેને ઉમૈયા, શંકર નામ સુણાયો રે, જાપ અજંપા જપો ગાયત્રી, જનમ મરણ દુઃખ જાવે રે… સો નિજ નામ કહ્યો આદ્યનારાયણે, બ્રહ્માકુ સુણાયો રે, બ્રહ્મા બ્રહ્મવેદ ભણાવે, નિગમ નામ ધરાયો રે... સોહં. સો નિજ નામ કહ્યો શ્રી કૃષ્ણ, પાંડવકુ પઢાયો રે, મોહ ગયો ને મહારાજ મળિયા, બ્રહ્મે બ્રહ્મ બતાયો રે... સોહં… સો નિજ નામ કહ્યો ઋષિ નારદ વ્યાસ વિદુર સુખ પાયો રે, દ્વાદશ સ્કંધ પર કરુપા કીધી, બ્રહ્મ ઉપનિષદ ગાયો રે.. સોહં. સો નિજ નામ કહ્યો શુકદેવે, પરીક્ષીત મહાસુખ પાયો રે, સાંખ્યયોગની જુગતી જણાવી, નર્કાદિક છોડાયો રે.. સોહં.. ઋષિ રઘુ કર કરુણા કીધી, સો કહ્યો નિજ નામ રે, અવિનાશીએ એક બ્રહ્મ બતાવી, વ્યાપે આતમરામે રે...સોહં.. સો બીજકા સકળ પસારા, સરવે ઉનકી માયા રે, મૂળદાસ કહે સો અવિનાશી, ગુરુપ્રતાપે પાયા રે... સોહં. 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
सोहं सोहं जोपेने उमैया, शंकर नाम सुणायो रे, जाप अजंपा जपो गायत्री, जनम मरण दुःख जावे रे… सो निज नाम कह्यो आद्यनारायणे, ब्रह्माकु सुणायो रे, ब्रह्मा ब्रह्मवेद भणावे, निगम नाम धरायो रे... सोहं. सो निज नाम कह्यो श्री कृष्ण, पांडवकु पढायो रे, मोह गयो ने महाराज मळिया, ब्रह्मे ब्रह्म बतायो रे... सोहं… सो निज नाम कह्यो ऋषि नारद व्यास विदुर सुख पायो रे, द्वादश स्कंध पर करुपा कीधी, ब्रह्म उपनिषद गायो रे.. सोहं. सो निज नाम कह्यो शुकदेवे, परीक्षीत महासुख पायो रे, सांख्ययोगनी जुगती जणावी, नर्कादिक छोडायो रे.. सोहं.. ऋषि रघु कर करुणा कीधी, सो कह्यो निज नाम रे, अविनाशीए एक ब्रह्म बतावी, व्यापे आतमरामे रे...सोहं.. सो बीजका सकळ पसारा, सरवे उनकी माया रे, मूळदास कहे सो अविनाशी, गुरुप्रतापे पाया रे... सोहं. 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
SoHam soHam jopene umaiya, shankar nam sunayo re, jap ajampa japo gayatri, janam maran duhk jave re... So nij nam kahyo adyanarayane, brahmaku sunayo re, brahma brahmaved bhanave, nigam nam dharayo re... SoHam. So nij nam kahyo shri krishn, pandavku padhayo re, moh gayo ne maharaj malia, brahme brahm batayo re... SoHam... So nij nam kahyo rishi narad vyas vidur sukh payo re, dvadash skandh par karupa kidhi, brahma upanishad gayo re... SoHam. So nij nam kahyo shukadeve, parikshit mahasukh payo re, sankhyayogini jugati janavi, narakadik chodayo re... SoHam.. Rishi raghu kar karuna kidhi, so kahyo nij nam re, avinashie ek brahm batavi, vyape atmarame re... SoHam.. So bijaka sakal pasara, sarve unki maya re, muldas kahe so avinashi, gurupratape paya re... SoHam.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : સંત મહાત્મા મુલદાસ
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.
મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી. સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે લીધી હતી. (સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy