ચેતનવરની ચૂંદડી, માંય છે આતમરામનો અંશ! તપતીરથ મેં તો બહુ કર્યા રે, કીધાં શુભ વ્રત આજ;. ચેતન...૧ બ્રહ્માજીએ વણ વાવિયાં, ને વીણી લાવ્યા વેદ; શનકાદિકે સૂત્ર કાંતિયાં રે, એનો કોઈક જાણે ભેદ.. ચેતન...2 ત્રણ ગુણ તાણો વણ્યો રે એના તાણાના રંગ-પાંચ; સૂરત નૂરતની નળી ભરી રે એમાં વિવેક વિચારનું રાચ.. ચેતન...3 ચાર વેદના બૂટા રચ્યા રે, માંહી પ્રેમરસનું પાણ; છવીસું શાળે ચડયું રે, એના વણતલ સંત સુજાણ.. ચેતન...4 વિદુર વ્યાસે વણી ચૂંદડી, ને શુકદેવે પાડી ભાત; બહુનામીએ બુટ્ટા ભર્યા રે, એની જૂ જવી જૂ જવી જાત… ચેતન...5 હરિ હરડાં ને તન ફટકડી રે, માંહી કરિયા કઠણ મજીઠ; પ્રેમ કઢાઈલ ચડાવિયું રે, હેઠે પ્રજળે રે બ્રહ્મ અગનીષ્ટ… ચેતન...6 ગુરુએ ઓઢાડી મુંને ચુંદડી રે, સુંદર શ્રીફળ ચાર; શ્રીરંગ–શું સગપણ કર્યું રે મારા પુણય તણો નહીં પાર.. ચેતન...7 વિવિધ રૂપે વેપાર ચાલયો, માંહી વેરાગનાં રે લગન; પ્રેમે પુરુષોત્તમ પધારિયા રે, મારું હરખે ભરાણું છે મન. ચેતન...8 ત્રિકમ તોરણે પધારિયા રે, ને પ્રેમે પુરુષોત્તમ રાય; ચોખા લલાટે ચોડિયા રે, હઈડે હરખ ન માય... ચેતન...9 મન કર્મ વચનનું માહેરું રે, મેં મૂકી છે લોકની લાજ; હથેવાળો હરિ મેળવ્યો રે, મંડપ મધ્યે મહારાજ.. ચેતન...10 ચાર જગની ચોરી રચી રે, માંહી મન છે ખેતરપાળ; દાજીએ દાન બહુ દીધાં રે, માંહી વાણી તણી વરમાળ... ચેતન...11 વિધવિધની વેદી રચી રે, બેઠાં છે નર ને નાર; કાષ્ઠ કરમનો હોમ કર્યો રે, હમે કૃષ્ણ–શું જમિયાં કંસાર... ચેતન...12 રાતો રે રંગ મજીઠનો, જેને પૂરણ બેઠો પાસ; ભવોભવ કદી ના ઊપટે રે, એમ મહારાજ કહે મૂળદાસ.... ચેતન...13 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
चेतनवरनी चूंदडी, मांय छे आतमरामनो अंश! तपतीरथ में तो बहु कर्या रे, कीधां शुभ व्रत आज;. चेतन...१ ब्रह्माजीए वण वावियां, ने वीणी लाव्या वेद; शनकादिके सूत्र कांतियां रे, एनो कोईक जाणे भेद.. चेतन...2 त्रण गुण ताणो वण्यो रे एना ताणाना रंग-पांच; सूरत नूरतनी नळी भरी रे एमां विवेक विचारनुं राच.. चेतन...3 चार वेदना बूटा रच्या रे, मांही प्रेमरसनुं पाण; छवीसुं शाळे चडयुं रे, एना वणतल संत सुजाण.. चेतन...4 विदुर व्यासे वणी चूंदडी, ने शुकदेवे पाडी भात; बहुनामीए बुट्टा भर्या रे, एनी जू जवी जू जवी जात… चेतन...5 हरि हरडां ने तन फटकडी रे, मांही करिया कठण मजीठ; प्रेम कढाईल चडावियुं रे, हेठे प्रजळे रे ब्रह्म अगनीष्ट… चेतन...6 गुरुए ओढाडी मुंने चुंदडी रे, सुंदर श्रीफळ चार; श्रीरंग–शुं सगपण कर्युं रे मारा पुणय तणो नहीं पार.. चेतन...7 विविध रूपे वेपार चालयो, मांही वेरागनां रे लगन; प्रेमे पुरुषोत्तम पधारिया रे, मारुं हरखे भराणुं छे मन. चेतन...8 त्रिकम तोरणे पधारिया रे, ने प्रेमे पुरुषोत्तम राय; चोखा ललाटे चोडिया रे, हईडे हरख न माय... चेतन...9 मन कर्म वचननुं माहेरुं रे, में मूकी छे लोकनी लाज; हथेवाळो हरि मेळव्यो रे, मंडप मध्ये महाराज.. चेतन...10 चार जगनी चोरी रची रे, मांही मन छे खेतरपाळ; दाजीए दान बहु दीधां रे, मांही वाणी तणी वरमाळ... चेतन...11 विधविधनी वेदी रची रे, बेठां छे नर ने नार; काष्ठ करमनो होम कर्यो रे, हमे कृष्ण–शुं जमियां कंसार... चेतन...12 रातो रे रंग मजीठनो, जेने पूरण बेठो पास; भवोभव कदी ना ऊपटे रे, एम महाराज कहे मूळदास.... चेतन...13 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
Chetanvarni chunddi, maya che atmaramano ansh! Tapati rath men to bahukarya re, kidhan shubh vrat aj; Chetan...1 Brahmajie van vaviyan, ne vini lavya ved; Shankadik sutra kantiyan re, eno koik janane bhed. Chetan...2 Tran gun tano vanyo re ena tanano rang-panch; Surat nuratani nali bhari re, eman vivak vicharnu rach. Chetan...3 Char vedana buta rachya re, mahi premrasanum pan; Chhavisu shale chadyun re, ena vanatal sant sujan. Chetan...4 Vidur vyase vani chunddi, ne shukadeve padi bhat; Bahunamie butta bharya re, eni ju javi ju javi jat. Chetan...5 Hari haradang ne tan fatkadi re, mahi karia kathan majith; Prem kadhai chadaviyun re, hethe prajale re brahma agnish. Chetan...6 Gurue odhadi munne chunddi re, sundar shriphal char; Shrirang-shun sagpan karyun re, mara punya tano nahi par. Chetan...7 Vividh rupe vepaar chalayo, mahi veraganam re lagan; Prem purushottam padhariya re, marun harakhe bharnanum che man. Chetan...8 Trikm torane padhariya re, ne prem purushottam rai; Chokha lalate choddiya re, haide harakh na maya. Chetan...9 Man karm vachananum maherun re, men muki che lokni laj; Hathervalo hari melvyo re, mandap madhye maharaj. Chetan...10 Char jagani chori rachi re, mahi man che khetrapal; Dajia dan bahudidhan re, mahi vanni tani varmal. Chetan...11 Vidhividhani vedi rachi re, betha che nar ne nar; Kasht kramanu hom karyo re, hame krishn-shun jamiyan kansar. Chetan...12 Rato re rang majithno, jene puran betho pas; Bhavobhav kadi na upate re, emo maharaj kahe muldas. Chetan...13 (13) પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર દયા કરીને મને પ્રેમરસ પાયો, નેનુમેં આયા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર.....(2) નૂરત સૂરતની સાન ઠેરાણી રે, મારા ઘટમાં ચંદા ને સુર જી... રોમે રોમ રંગ લાગી રિયા તો નખશિખ પ્રગટ્યા નૂર. પ્યાલો… સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયા, બાજત ગગનમેં તૂર જી... ઘટોઘટ માંહી રામ રમતા બીરાજે, દિલ હીણાથી રિયા દૂર. પ્યાલો…. ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટિયા, એજી વરસ્યા નિર્મળ નૂર જી... જે સમજ્યા સતગુરુની સાનમાં, ઇતો ભર્યા રિયા ભરપૂર. પ્યાલો….. ભીમ ભેટ્યા મારી ભ્રમણા ભાંગી,ઇતો હરદમ હાલ હજૂર જી.... દાસી જીવણ સત ભીમના ચરણાં, પાયો તેને ચકનાચૂર. પ્યાલો….. 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : સંત મહાત્મા મુલદાસ
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.
મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી. સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે લીધી હતી. (સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy