પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર દયા કરીને મને પ્રેમરસ પાયો, નેનુમેં આયા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર.....(2) નૂરત સૂરતની સાન ઠેરાણી રે, મારા ઘટમાં ચંદા ને સુર જી... રોમે રોમ રંગ લાગી રિયા તો નખશિખ પ્રગટ્યા નૂર. પ્યાલો… સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયા, બાજત ગગનમેં તૂર જી... ઘટોઘટ માંહી રામ રમતા બીરાજે, દિલ હીણાથી રિયા દૂર. પ્યાલો…. ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટિયા, એજી વરસ્યા નિર્મળ નૂર જી... જે સમજ્યા સતગુરુની સાનમાં, ઇતો ભર્યા રિયા ભરપૂર. પ્યાલો….. ભીમ ભેટ્યા મારી ભ્રમણા ભાંગી,ઇતો હરદમ હાલ હજૂર જી.... દાસી જીવણ સત ભીમના ચરણાં, પાયો તેને ચકનાચૂર. પ્યાલો….. 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
पीधेल छे भरपूर, प्यालो में पीधेल छे भरपूर दया करीने मने प्रेमरस पायो, नेनुमें आया नूर प्यालो में पीधेल छे भरपूर.....(2) नूरत सूरतनी सान ठेराणी रे, मारा घटमां चंदा ने सुर जी... रोमे रोम रंग लागी रिया तो नखशिख प्रगट्या नूर. प्यालो… स्थावर जंगम जळ स्थळ भरिया, बाजत गगनमें तूर जी... घटोघट मांही राम रमता बीराजे, दिल हीणाथी रिया दूर. प्यालो…. भावे प्रीते जेने पूरा नर भेटिया, एजी वरस्या निर्मळ नूर जी... जे समज्या सतगुरुनी सानमां, इतो भर्या रिया भरपूर. प्यालो….. भीम भेट्या मारी भ्रमणा भांगी,इतो हरदम हाल हजूर जी.... दासी जीवण सत भीमना चरणां, पायो तेने चकनाचूर. प्यालो….. 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
Pidhel chhe bharpoor, pyalo men pidhel chhe bharpoor Daya karine mane premras payo, Nenumen aaya noor pyalo men pidhel che bharpoor...(2) Nurat suratani saan therani re, Mara ghatman chanda ne sur ji... Rome rome rang lagi riya to nakhshikh pragatya noor. Pyalo... Sthavar jangam jal sthal bharaya, Bajat gaganmen tur ji... Ghato ghato manhi ram ramta biraje, Dil heenathi riya dur. Pyalo... Bhave preete jene pura nar bhetya, Eji varsya nirmal noor ji... Je samjya satguruni sanaman, Ito bharya riya bharpoor. Pyalo..... Bhim bhetiya mari bhramna bhangi, Ito hardam hal hazur ji... Dasi jivnan sat bhimna charnan, Payo tena chaknachur. Pyalo.....
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : સંત મહાત્મા મુલદાસ
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.
મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી. સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે લીધી હતી. (સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy