મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને, તે તો ભજયા નહીં ભગવાન હેત કરી ને, અંતે ખાશો જમનાં માર પેટ ભરીને, માટે રામ નામ સંભાર.... - મળ્યો મનુષ જનમ અવતાર...૦ ગઈ પળ પાછી ફેર ન આવે, મુરખ મૂઢ ગમાર , ભવસાગરની ભુલવણીમાં , વીતી જશે જુગ ચાર; ફેરા ફરીને.....માટે રામનામ સંભાર.. - મળ્યો મનુષ જનમ અવતાર...૦ જઠરાગ્નિમાં જુગતે રાખ્યો, નવ માસ નિરાધાર , સ્તુતિ કીધી અલબેલાની, બા'ર ધર્યો અવતાર ; માયામાં મોહીને..માટે રામનામ સંભાર.. - મળ્યો મનુષ જનમ અવતાર...૦ કલજુગ કુડો–રંગે રૂડો કહેતા ન આવે પાર , જપ તપ તીરથ કછુ ન કરિયાં, એક નામ આધાર; કૃષ્ણ કહીને....માટે રામનામ સંભાર… - મળ્યો મનુષ જનમ અવતાર....) ગુરુગમ પાયો મનમેં સાચો, જુક્તિ કરી જદુરાય, ગંગાદાસકું જ્ઞાન બતાયો, રામદાસ મહારાજ ; દયા કરીને..માટે રામનામ સંભાર.. - મળ્યો મનુષ જનમ અવતાર....) 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
मळ्यो मनुष्य जन्म अवतार मांड करीने, ते तो भजया नहीं भगवान हेत करी ने, अंते खाशो जमनां मार पेट भरीने, माटे राम नाम संभार.... - मळ्यो मनुष जनम अवतार...० गई पळ पाछी फेर न आवे, मुरख मूढ गमार , भवसागरनी भुलवणीमां , वीती जशे जुग चार; फेरा फरीने.....माटे रामनाम संभार.. - मळ्यो मनुष जनम अवतार...० जठराग्निमां जुगते राख्यो, नव मास निराधार , स्तुति कीधी अलबेलानी, बा'र धर्यो अवतार ; मायामां मोहीने..माटे रामनाम संभार.. - मळ्यो मनुष जनम अवतार...० कलजुग कुडो–रंगे रूडो कहेता न आवे पार , जप तप तीरथ कछु न करियां, एक नाम आधार; कृष्ण कहीने....माटे रामनाम संभार… - मळ्यो मनुष जनम अवतार....) गुरुगम पायो मनमें साचो, जुक्ति करी जदुराय, गंगादासकुं ज्ञान बतायो, रामदास महाराज ; दया करीने..माटे रामनाम संभार.. - मळ्यो मनुष जनम अवतार....) 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
Malayo manushya janam avatar mand karine, Te to bhajaya nahin bhagwan het kari ne, Ante khacho jamnan mar pet bhari ne, Mate ram nam sambhar... Gayi pal pachi fer na aave, murakh mudh gamar, Bhavasagarni bhulvani man, viti jase jug char; Fera farine... mate ram nam sambhar... Jatharagniman jugate rakhya, nav mas niradhar, Stuti kidhi albelani, baar dharyo avatar; Mayaman mohine... mate ram nam sambhar... Kaljug kudo-range rudo kaheta na aave par, Jap tap tirth kachu na kariyam, ek nam adhar; Krishna kahine... mate ram nam sambhar... Gurugam payo man men sach, jukti kari jaduraya, Gangadas kun jnan batayo, ramdas maharaj; Daya karine... mate ram nam sambhar...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : સંત મહાત્મા મુલદાસ
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.
મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી. સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે લીધી હતી. (સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy