અનુભવીને એટલું કે , આનંદમાં રેવું રે, ભજવા પરિબ્રહ્મને , બીજું કાંઈ ન કેવું રે.. –અનુભવીને એટલું કે, આનંદમાં રેવું રે...૦ એક જ જાણી આતમાં, કોઈને દુ:ખ નો દેવું રે સુખ દુ:ખ આવે સહેજમાં, ઈ તો સહીને રે'વું રે.. –અનુભવીને એટલું કે, આનંદમાં રેવું રે...૦ વેદ જોયા, પુરાણ જોયા, સહુ જોયા તપાસી રે, રામના નામથી કાંઈ ન મોટું, મોટું સંત ઉપાસી રે.. –અનુભવીને એટલું કે, આનંદમાં રેવું રે...૦ આદિ મધ્ય અંત એક , એક અનેક સાચું રે... આત્મા ના ઉદય થકી , એ આગ્ય ડગ્યું છે નાશું રે રામ –અનુભવીને એટલું કે, આનંદમાં રેવું રે...૦ સદગુરુને સેવતાં , જો મનડું મોહ્યું રે, કૃષ્ણજી કેરા મહાપદમાં, ચિતડું પ્રોયું રે.... –અનુભવીને એટલું કે, આનંદમાં રેવું રે...૦ જાપ અજપા જાપ જપે, ત્રણ લોકમાં તેવું રે... મૂળદાસ કયે મોહ માયા મૂકી, મહાપદમાં રેવું રે... -અનુભવીને એટલું કે, આનંદમાં રેવું રે...૦ 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
अनुभवीने एटलुं के , आनंदमां रेवुं रे, भजवा परिब्रह्मने , बीजुं कांई न केवुं रे.. –अनुभवीने एटलुं के, आनंदमां रेवुं रे...० एक ज जाणी आतमां, कोईने दु:ख नो देवुं रे सुख दु:ख आवे सहेजमां, ई तो सहीने रे'वुं रे.. –अनुभवीने एटलुं के, आनंदमां रेवुं रे...० वेद जोया, पुराण जोया, सहु जोया तपासी रे, रामना नामथी कांई न मोटुं, मोटुं संत उपासी रे.. –अनुभवीने एटलुं के, आनंदमां रेवुं रे...० आदि मध्य अंत एक , एक अनेक साचुं रे... आत्मा ना उदय थकी , ए आग्य डग्युं छे नाशुं रे राम –अनुभवीने एटलुं के, आनंदमां रेवुं रे...० सदगुरुने सेवतां , जो मनडुं मोह्युं रे, कृष्णजी केरा महापदमां, चितडुं प्रोयुं रे.... –अनुभवीने एटलुं के, आनंदमां रेवुं रे...० जाप अजपा जाप जपे, त्रण लोकमां तेवुं रे... मूळदास कये मोह माया मूकी, महापदमां रेवुं रे... -अनुभवीने एटलुं के, आनंदमां रेवुं रे...० 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
Anubhavine etlun ke, anandman revun re, Bhajva paribrahmane, bijum kanai na kevun re.. –Anubhavine etlun ke, anandman revun re... Ek j jani atman, koinene dukh no devun re Sukh dukh aave sahejam, ee to saheine revun re.. –Anubhavine etlun ke, anandman revun re... Ved joya, puran joya, sahu joya tapasi re, Raman na namthi kanai na motun, motun sant upasi re.. –Anubhavine etlun ke, anandman revun re... Adi madhya ant ek, ek anek sachun re... Atman na udya thaki, ee agya dagyun chhe nashun re Ram –Anubhavine etlun ke, anandman revun re... Sadgurune sevatam, jo manDun mohyun re, Krishnaji kera mahapadam, chitDun proyun re.... –Anubhavine etlun ke, anandman revun re... Jap ajapa jap jape, tran lokman tevun re... Muldas kaye moh maya muki, mahapadam revun re... -Anubhavine etlun ke, anandman revun re... 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : સંત મહાત્મા મુલદાસ
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.
મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી. સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે લીધી હતી. (સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy