બ્રહ્મ ને ભજતાં ભવ ગીયા ઘણા, આજ અવતારમાં આંક વાળ્યો; સુંદરી સર્વેને સુખ આપે ઘણું, પિયુજી આપણો બોલ પાળ્યો, દાન પુણ્યે કરી પાર પામે નહીં, નારની ભક્તિમાં નેક રાચ્યો; માગધ મુનિ જેનો મર્મ જાણે નહીં, તે નૃત્ય કરી કરી સંગ નાચ્યો; નિરોધ ને બોધ તે વેદ ગીતા, વદે સ્વેચ્છા કરતી મદ માતો; કોટિ કંદર્પ તે કૃષ્ણ કરુણા કરી રસિયો અમસું રંગ રાતો, અંગ અબળા તણું સુખને અનુભવી પણ જોડી પિયુ માન માગે; મૂળદાસ પ્રીતની રીત નો રસ પીધો રસિયા જનને રઢ લાગે... 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
ब्रह्म ने भजतां भव गीया घणा, आज अवतारमां आंक वाळ्यो; सुंदरी सर्वेने सुख आपे घणुं, पियुजी आपणो बोल पाळ्यो, दान पुण्ये करी पार पामे नहीं, नारनी भक्तिमां नेक राच्यो; मागध मुनि जेनो मर्म जाणे नहीं, ते नृत्य करी करी संग नाच्यो; निरोध ने बोध ते वेद गीता, वदे स्वेच्छा करती मद मातो; कोटि कंदर्प ते कृष्ण करुणा करी रसियो अमसुं रंग रातो, अंग अबळा तणुं सुखने अनुभवी पण जोडी पियु मान मागे; मूळदास प्रीतनी रीत नो रस पीधो रसिया जनने रढ लागे... 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
Brahm ne bhajtan bhav giya ghana, Aaj avatarman ank valyo; Sundari sarvene sukh ape ghana, Piyuji apano bol palio, Dan punye kari par pam nahin, Narni bhaktiman nek rachyo; Magadh muni jeno marma janane nahin, Te nritya kare kare sang nachyo; Nirodh ne bodh te ved gita, Vade svechcha karti mad mat; Koti kandarp te krishna karuna kare, Rasiyo amasum rang rato, Ang abala tanu sukhne anubhavi pana, Jodi piyu man mage; Muldas preetni reet no ras pidho, Rasiya janane radh lage...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : સંત મહાત્મા મુલદાસ
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.
મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી. સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે લીધી હતી. (સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy