વ્રેહ વૈરાગ્ય માં જે જનને પ્રગટ્યો, લક્ષ સ્વરૂપમાં શુદ્ધ લાગી; આ લોક પરલોક ભોગ ભાવે નહીં જગત ને જીવનમાં બુદ્ધિ જાગી, વેહની પ્રગટતી વાસના જોગથી, દેખતાં સઘળું વન દાઝે; પ્રેમ વૈરાગ્ય પુરાણથી પ્રગટ્યો ઓળખી આત્મા આપ રાજે, કર્મના બીજ તે બ્રહ્મ અગ્નિ સુખ પામ્યું મન સ્વાંત પામ્યું મન સ્વાંત વુઠી, મૂળદાસ કહે માત્રા એક ના ઊગરી, અચાનક લ્હાય થઈ ઘર ઊઠી. 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
व्रेह वैराग्य मां जे जनने प्रगट्यो, लक्ष स्वरूपमां शुद्ध लागी; आ लोक परलोक भोग भावे नहीं जगत ने जीवनमां बुद्धि जागी, वेहनी प्रगटती वासना जोगथी, देखतां सघळुं वन दाझे; प्रेम वैराग्य पुराणथी प्रगट्यो ओळखी आत्मा आप राजे, कर्मना बीज ते ब्रह्म अग्नि सुख पाम्युं मन स्वांत पाम्युं मन स्वांत वुठी, मूळदास कहे मात्रा एक ना ऊगरी, अचानक ल्हाय थई घर ऊठी. 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
Vreh vairagya man je janane pragaty, Laksh swaroopman shuddh lagi; A lok parlok bhog bhav nahin jagat ne jivanman buddhi jagi, Vehni pragatati vasana jogthi, Dekhantan saghalun van dajhe; Prem vairagya puranathi pragaty olokhi atm aapraje, Karmna bij te brahma agni sukh pamyun man svant pamyun man svant vuthi, Muldas kahe matra ek na ugar, Achanak lhay thai ghar uthi.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : સંત મહાત્મા મુલદાસ
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.
મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી. સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે લીધી હતી. (સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy