જાગજો નર! ચેતજો, આ છે છેલ્લી સનંધનો પોકાર રે, ભજનમાં ભરપૂર રહેજો, ભજનમાં તમે ભીના રહેજો, સત નામ તણે આધાર રે. –જાગજો તમે ચેતજો.…) થાકશો નહિં તમે થિર થઈ રહેજો વા'લા! રાખણહારો રામ રે, ચંદનવનની શીતળ છાયા, તિયાં શું કરશે કળિકાળ રે.. -જાગજો તમે ચેતજો નર !..) ભાઈ ! થડકશો મા, સ્થિર રે'જો, રાખશે ગોપાળ રે, સદા વંદની, સદા શીતળ, શું કરે કળિકાળ રે.. -જાગજો તમે ચેતજો નર !..) ભક્તિ તો વિશ્વાસની રે ભાઈ! કરજો સંતની સેવા રે, સંત સાહેબને એક જ જાણો, જેનાં દર્શન દુર્લભ દેવા રે. -જાગજો તમે ચેતજો નર !..) ધન્ય રે ધન્ય મારા સદગુરુ દેવને, દરશાવ્યા પરિબ્રહ્મ રે, સંતની સંગત જે કોઈ કરશે, તેનો દયા સમો નહી ધર્મ રે.. -જાગજો તમે ચેતજો નર !..) આગળ તો પ્રભુ ! અનેક ઓધાર્યા તમે છો તારણહાર જી, મૂળદાસ કહે મહારાજ મોટા! તમે ભક્ત કાજ લ્યો અવતાર રે, મૂળદાસ કહે મહારાજ મોટા! કરો સંતોની સાર રે.. જાગજો તમે ચેતજો નર !.) 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
जागजो नर! चेतजो, आ छे छेल्ली सनंधनो पोकार रे, भजनमां भरपूर रहेजो, भजनमां तमे भीना रहेजो, सत नाम तणे आधार रे. –जागजो तमे चेतजो.…) थाकशो नहिं तमे थिर थई रहेजो वा'ला! राखणहारो राम रे, चंदनवननी शीतळ छाया, तियां शुं करशे कळिकाळ रे.. -जागजो तमे चेतजो नर !..) भाई ! थडकशो मा, स्थिर रे'जो, राखशे गोपाळ रे, सदा वंदनी, सदा शीतळ, शुं करे कळिकाळ रे.. -जागजो तमे चेतजो नर !..) भक्ति तो विश्वासनी रे भाई! करजो संतनी सेवा रे, संत साहेबने एक ज जाणो, जेनां दर्शन दुर्लभ देवा रे. -जागजो तमे चेतजो नर !..) धन्य रे धन्य मारा सदगुरु देवने, दरशाव्या परिब्रह्म रे, संतनी संगत जे कोई करशे, तेनो दया समो नही धर्म रे.. -जागजो तमे चेतजो नर !..) आगळ तो प्रभु ! अनेक ओधार्या तमे छो तारणहार जी, मूळदास कहे महाराज मोटा! तमे भक्त काज ल्यो अवतार रे, मूळदास कहे महाराज मोटा! करो संतोनी सार रे.. जागजो तमे चेतजो नर !.) 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
Jagjo nar! Chetjo, aa chhe chhelli sandhanan pokar re, Bhajanman bharpur rahejo, bhajanman tame bheena rahejo, sat nam tane aadhar re. –Jagjo tame chetjo... Thaksho nahin tame thir thai rahejo va'la! Rakhanharo Ram re, chandanvanani sheetal chhaya, Tiyam shun karashe kalikal re. –Jagjo tame chetjo nar!... Bhai! Thadakasho ma, sthir re'jo, rakhase Gopal re, Sada vandani, sada sheetal, shun kare kalikal re. –Jagjo tame chetjo nar!... Bhakti to vishvasani re bhai! Karjo santani seva re, Sant sahebne ek j jano, jenan darshan durlabh deva re. –Jagjo tame chetjo nar!... Dhanya re dhanya mara sadguru devane, darshavya paribrahm re, Santani sangat je koi karashe, teno daya samo nahin dharm re. –Jagjo tame chetjo nar!... Agal to prabhu! Anek odharya tame chho taranhar ji, Muldas kaha maharaj mota! Tame bhakt kaj lyo avatar re, Muldas kaha maharaj mota! Karo santoni sar re.. Jagjo tame chetjo nar!... 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : સંત મહાત્મા મુલદાસ
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.
મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી. સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે લીધી હતી. (સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy