પ્રીતમ વરની ચૂંદડી રે, મહાસંતો વોરવાને(ઓઢવાને) મળિયા રે; જે રે ઓઢે તે અમ્મર રે'વે , અકળ કળામાં જઈને ભળિયા રે.. - પ્રીતમ વરની..૦ ધરમ ના ધોળી લઈ ને હરી નામ હરતા જોતર્યા રે ધીર જન ધરતી કેદી રે, રાણા તારે રાકલિયા રે... - પ્રીતમ વરની..૦ પવન સરુપી મેહુલા ઊઠિયા, વરસે વેરાગની વાદળિયું રે; ગગન ગરજે ને ઘોર્યું દિયે, ચોઈ દશ ચમકી વીજળિયું રે.. - પ્રીતમ વરની..૦ વિચાર કરીને વણ વાવિયું, વણ તો મુનિવરનું ઠરિયું રે; આનંદ સ્વરૂપી ઊગિયું, ફાલી ફૂલડે બહુ ફળિયું રે. - પ્રીતમ વરની...) વિગતેથી વણ ને વીણિયું, સીતારામ ચરખે જઈ ચડિયું રે; જ્ઞાન-ધ્યાનના એમાં બૂટા ભર્યા, વણનારા વેધુએ વણિયું રે.. - પ્રીતમ વરની..૦ નિર્મળ નિર્મળ કાંતિયું એને, સુરતા ટાણે તાણીયું રે સૂર્યા તિત નું પણ દીધું, નુરતા નારિયું ભરીયું રે - પ્રીતમ વરની..૦ ચૂંદડી સદગુરૂજી ના નામ ની, સત ને સંચે હવે ચડિયું રે જ્ઞાન ને ધ્યાન માં ઠુંઠા ભારિય, વણનારા વેધુ બહુ મળીયા રે - પ્રીતમ વરની..૦ સોય લીધી સતગુરુ સાનની, દશનામ દોરા એમાં ભરિયા રે; સમદષ્ટિથી ખીલાવી ચૂંદડી, રંગ નિત સવાયા ચડિયા રે. - પ્રીતમ વરની..) મનનો માંડવડો નાંખિયો, ગીતડાં ગાયાં છે સાહેલિયું રે; માયાનો માણેકથંભ રોપિયો,ઉમંગની ખારેકું વેચાણિયું રે.. - પ્રીતમ વરની.o શિવે બ્રહ્માને સોંઢયા જાનમાં, સરતી સમરતી જાનડિયું રે; ગમના ગણેશ બેસાડિયા, સાબદી થઈ છે વેલડિયું રે.. - પ્રીતમ વરની..૦ ઉસળ મુસળ ને રવૈયો, ત્રતે સરિયું ને ભરડો રે પ્રપંચ ના કીધાં કીડિયા ,સુખમણાં પોખે શામળિયો રે - પ્રીતમ વરની..૦ હાકેમ રથ લઈને હાલિયા, જાનું અહોનિશ ચડિયું રે; ગુરુ પરતાપે મૂળદાસ બોલિયા, ઈ મારગે વૈકુંઠ મળિયું રે.. - પ્રીતમ વરની..૦ 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
प्रीतम वरनी चूंदडी रे, महासंतो वोरवाने(ओढवाने) मळिया रे; जे रे ओढे ते अम्मर रे'वे , अकळ कळामां जईने भळिया रे.. - प्रीतम वरनी..० धरम ना धोळी लई ने हरी नाम हरता जोतर्या रे धीर जन धरती केदी रे, राणा तारे राकलिया रे... - प्रीतम वरनी..० पवन सरुपी मेहुला ऊठिया, वरसे वेरागनी वादळियुं रे; गगन गरजे ने घोर्युं दिये, चोई दश चमकी वीजळियुं रे.. - प्रीतम वरनी..० विचार करीने वण वावियुं, वण तो मुनिवरनुं ठरियुं रे; आनंद स्वरूपी ऊगियुं, फाली फूलडे बहु फळियुं रे. - प्रीतम वरनी...) विगतेथी वण ने वीणियुं, सीताराम चरखे जई चडियुं रे; ज्ञान-ध्यानना एमां बूटा भर्या, वणनारा वेधुए वणियुं रे.. - प्रीतम वरनी..० निर्मळ निर्मळ कांतियुं एने, सुरता टाणे ताणीयुं रे सूर्या तित नुं पण दीधुं, नुरता नारियुं भरीयुं रे - प्रीतम वरनी..० चूंदडी सदगुरूजी ना नाम नी, सत ने संचे हवे चडियुं रे ज्ञान ने ध्यान मां ठुंठा भारिय, वणनारा वेधु बहु मळीया रे - प्रीतम वरनी..० सोय लीधी सतगुरु साननी, दशनाम दोरा एमां भरिया रे; समदष्टिथी खीलावी चूंदडी, रंग नित सवाया चडिया रे. - प्रीतम वरनी..) मननो मांडवडो नांखियो, गीतडां गायां छे साहेलियुं रे; मायानो माणेकथंभ रोपियो,उमंगनी खारेकुं वेचाणियुं रे.. - प्रीतम वरनी.o शिवे ब्रह्माने सोंढया जानमां, सरती समरती जानडियुं रे; गमना गणेश बेसाडिया, साबदी थई छे वेलडियुं रे.. - प्रीतम वरनी..० उसळ मुसळ ने रवैयो, त्रते सरियुं ने भरडो रे प्रपंच ना कीधां कीडिया ,सुखमणां पोखे शामळियो रे - प्रीतम वरनी..० हाकेम रथ लईने हालिया, जानुं अहोनिश चडियुं रे; गुरु परतापे मूळदास बोलिया, ई मारगे वैकुंठ मळियुं रे.. - प्रीतम वरनी..० 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
Preetam varni chunddi re, maha-santo vorvane (odhvane) malia re; Je re odhe te amar re've, akal kalaman jaine bhaliya re.. -Preetam varni..0 Dharam na dholi lai ne hari nam hartaja jotrara re Dhir jan dharati kedi re, rana tare rakaliya re... -Preetam varni..0 Pavan sarupi mehula uthiya, varse veragani vadalium re; Gagan garje ne ghoryum diye, choi dash chamaki vijaliyum re.. -Preetam varni..0 Vichar karine van vaviyum, van to munivarnum thariyum re; Anand swarupi ugiyum, phali phuldade bahi phaliyum re. -Preetam varni...) Vigatethi van ne viniyum, sitaram charkhe jai chadiyum re; Gyan-dhyanana ema boota bharya, vananara vedhue vanium re.. -Preetam varni..0 Nirmal nirmal kantiyum ene, surta tane taniyum re Suraya tit num pan didhum, nurta nariyum bhariyum re -Preetam varni..0 Chunddi sadguruji na nam ni, sat ne sanche hav chadiyum re Gyan ne dhyan man thuntha bhariya, vananara vedhu bahi malia re -Preetam varni..0 Soy lidhi satguru sanani, dashnam dora ema bhariya re; Samadasthiti khilavi chunddi, rang nit savaya chadiya re. -Preetam varni...) Manano mandavdo nankhiyo, gitdam gayam chhe sahelium re; Mayano manekathambh ropiyo, umangni kharakum vechaniyum re.. -Preetam varni..0 Shive brahmane sondhya janam, sarati samarati jandium re; Gaman ganesh besadiya, sabdi thai chhe veladiyum re.. -Preetam varni..0 Usal musal ne ravaiyo, trat sarium ne bhardo re Praphanch na kida kidiya, sukhmanam pokhe shamaliyo re -Preetam varni..0 Hakem rath laina halia, janum ahonish chadiyum re; Guru pratap mooldas boliya, ee marg vaikunth malia re.. -Preetam varni..0 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : સંત મહાત્મા મુલદાસ
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.
મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી. સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે લીધી હતી. (સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy