મનવો જાણે રે અમે સારા કામ કરશું ને, ઉલટાનો પડ્યો રે સંતાપ, મન સમજાવી લે..… શું રે કરે રે જેના , દલડામાં તપીયેલ તાપ, મન સમજ્યા વિના… -મનવો જાણે રે અમે સારાં કામ કરશે ને…૦ પરીક્ષિત રાજાને જે 'દી અજ્ઞાન ઉપજ્યાં ને ઋષિના ગળામાં નાખ્યો સાપ,મન સમજ્યા વિના, સાત સાત દિવસે એને સર્પદંશ લાગ્યા ને ઋષિના રે લાગ્યા અને શાપ....મન સમજાવી લે.. -મનવો જાણે રે અમે સારાં કામ કરશું ને.…) ઈન્દ્ર રાજાને જે 'દી અજ્ઞાન ઉપજ્યાં ને ગૌતમના ઘરમાં રિયો રાત, મન સમજ્યા વિના, એક જ ભંગને કારણે ઈ તો સહસ્રભંગ પામ્યો ને, ઋષિના લાગ્યા એને શાપ.… મન સમજાવી લે… -મનવો જાણે રે અમે સારાં કામ કરશું ને...૦ રાજા રાવણને જે'દી અજ્ઞાન ઉપજ્યાં ને રામના રે ઘરમાં નાખ્યો હાથ મન સમજ્યા વિના, દશ રે મસ્તક એના છેદાઈ ગ્યા ને , કનકની લંકા થઈ રાખ... મન સમજાવી લે...... -મનવો જાણે રે અમે સારાં કામ કરશું ને...૦ મૂળ રે ભગતી કેરો ભેદ નવ જાણ્યો ને અવળા બેસીને માંડે પાટ, મન સમજ્યા વિના, અગમ નીગમની મુરખો ! વાતુ કરે છે રે એમ મહાજન ગાવે મૂળદાસ ...મન સમજાવી લે... - મનવો જાણે રે અમે સારાં કામ કરશું ને...૦ 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
मनवो जाणे रे अमे सारा काम करशुं ने, उलटानो पड्यो रे संताप, मन समजावी ले..… शुं रे करे रे जेना , दलडामां तपीयेल ताप, मन समज्या विना… -मनवो जाणे रे अमे सारां काम करशे ने…० परीक्षित राजाने जे 'दी अज्ञान उपज्यां ने ऋषिना गळामां नाख्यो साप,मन समज्या विना, सात सात दिवसे एने सर्पदंश लाग्या ने ऋषिना रे लाग्या अने शाप....मन समजावी ले.. -मनवो जाणे रे अमे सारां काम करशुं ने.…) ईन्द्र राजाने जे 'दी अज्ञान उपज्यां ने गौतमना घरमां रियो रात, मन समज्या विना, एक ज भंगने कारणे ई तो सहस्रभंग पाम्यो ने, ऋषिना लाग्या एने शाप.… मन समजावी ले… -मनवो जाणे रे अमे सारां काम करशुं ने...० राजा रावणने जे'दी अज्ञान उपज्यां ने रामना रे घरमां नाख्यो हाथ मन समज्या विना, दश रे मस्तक एना छेदाई ग्या ने , कनकनी लंका थई राख... मन समजावी ले...... -मनवो जाणे रे अमे सारां काम करशुं ने...० मूळ रे भगती केरो भेद नव जाण्यो ने अवळा बेसीने मांडे पाट, मन समज्या विना, अगम नीगमनी मुरखो ! वातु करे छे रे एम महाजन गावे मूळदास ...मन समजावी ले... - मनवो जाणे रे अमे सारां काम करशुं ने...० 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
MANVO JANE RE AME SARAA KAAM KARSHUN NE, ULTANO PADYO RE SANTAP, MAN SAMJAVI LE.. SHUN RE KARE RE JENA, DALDAMAN TAPIYEL TAP, MAN SAMJYA VINAA... -MANVO JANE RE AME SARAA KAAM KARSHUN NE...0 PARIKSHIT RAJANE JE 'DI AJNAN UPJYAN NE RISHINA GALAMAN NAKHYO SAP, MAN SAMJYA VINAA, SAAT SAAT DIVSENE ANE SARPADANSH LAGYA NE RISHINA RE LAGYA ANE SHAP.... MAN SAMJAVI LE.. -MANVO JANE RE AME SARAA KAAM KARSHUN NE...… INDRA RAJANE JE 'DI AJNAN UPJYAN NE GAUTAMANA GHARMAN RIYO RAAT, MAN SAMJYA VINAA, EK J BHANGNE KARANENE EE TO SAHASRABHANG PAMYA NE, RISHINA LAGYA ANE SHAP.… MAN SAMJAVI LE… -MANVO JANE RE AME SARAA KAAM KARSHUN NE...0 RAJA RAVNANE JE 'DI AJNAN UPJYAN NE RAMNA RE GHARMAN NAKHYO HATH MAN SAMJYA VINAA, DASH RE MASTAK ENA CHEDAI GYA NE, KANKANI LANKA THAI RAKH... MAN SAMJAVI LE...... -MANVO JANE RE AME SARAA KAAM KARSHUN NE...0 MUL RE BHAGATI KERO BHED NAV JANYO NE AVALA BESINE MANDA PATT, MAN SAMJYA VINAA, AGAM NIGMANI MURKHO! VATU KARE CHE RE EM MAHAJAN GAWE MULDAS...MAN SAMJAVI LE... - MANVO JANE RE AME SARAA KAAM KARSHUN NE...0 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : સંત મહાત્મા મુલદાસ
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.
મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી. સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે લીધી હતી. (સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy