બેની ! મારા રૂદિયામાં લાગી રે, મેરમની ચોધારી મારે કાળજે કટારી... બાયું ! મારા કલેજામાં મારી રે ,બેની ! મારા રૂદિયામાં મારી રે, મારી છે કટારી ચોધારી,મેરમની કટારી, મારા કલેજે કટારી. ભેદુ વિનાની વાતું કોણે રે જાણી? મેરમની ચોધારી, મારે કાળજે કટારી.… (સાખી):- મારી કટારી મૂળદાસ ક્યે જુગતે કરી ને જોઈ, કળા બતાવી કાયા તણી, કાળજ કાપ્યા કોઈ ; (હૃદય કમળમાં રમી રહી, કાળજાં ફાટયાં સોઈ,) કાળજ કાપી કરૂણા કીધી, મુજ પર કીધી મહેર, જોખો મટાડ્યો જમ તણો, મારે થઈ છે આનંદ લીલા લ્હેર રે.… –મેરમની ચોધારી મારે કાળજે કટારી...૦ (સાખી):- પહેલી કટારી એ પરીક્ષા કીધી બીજીએ સાંધ્યાં બાણ ત્રીજી રમી ત્રણ ભુવનમાં, ચોથીએ વીંધાણા પ્રાણ પ્રાણ વીંધાણા ને પ્રીતું બંધાણી, દેખાડ્યો દશમો દુવાર કુંચીએ કરશનજીને વીનવું મારી સુરતાની લેજો સંભાળ રે… –મેરમની ચોધારી મારે કાળજે કટારી....) (સાખી):- આ કટારી કોઈના કળ્યામાં નાંવે, નઈ અણી ને નહીં ધાર, ઘાયલ કરી ગઈ પાંજરું ઈ તો ઊતરી આરંપાર; વારી વારી કહું છું વિઠ્ઠલા !મારા અવગુણનો ધરશો મા સાર, બેડી ન દેશો મારી બૂડવા, મારી બેડલી ઉતારજો ભવપાર રે.. –મેરમની ચોધારી મારે કાળજે કટારી….) (સાખી):- કુળમાં દાવો મેં છોડ્યો શામળા! ફળની મેલી લાર, અટક પડે વ્હેલા આવજો, મારા આતમના આધાર; વારે વારે શું કહું વિઠ્ઠલા ! મારા અવગુણ ના ધરશો એક, શામળા ! વ્હાલા! તરત સિધાવો મારી તરણા બરોબર ટેકરે.. –મેરમની ચોધારી મારે કાળજે કટારી...) (સાખી):- સાચા સદગુરુ સેવિયા, જુગતે જાદવ વીર મન પથ્થર હતા તે પાણી કીધાં, જેમ નીર ભેળાં કીધાં નીર પાય લાગું પરમેસરા, તમે દેખાડ્યું નિજ ધામ રે રામદાસ વચને મૂળદાસ બોલે,મારા ગુરુજીએ બતાવ્યું તરવાનું ઠામ રે.. –મેરમની ચોધારી મારે કાળજે કટારી...૦ 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
बेनी ! मारा रूदियामां लागी रे, मेरमनी चोधारी मारे काळजे कटारी... बायुं ! मारा कलेजामां मारी रे ,बेनी ! मारा रूदियामां मारी रे, मारी छे कटारी चोधारी,मेरमनी कटारी, मारा कलेजे कटारी. भेदु विनानी वातुं कोणे रे जाणी? मेरमनी चोधारी, मारे काळजे कटारी.… (साखी):- मारी कटारी मूळदास क्ये जुगते करी ने जोई, कळा बतावी काया तणी, काळज काप्या कोई ; (हृदय कमळमां रमी रही, काळजां फाटयां सोई,) काळज कापी करूणा कीधी, मुज पर कीधी महेर, जोखो मटाड्यो जम तणो, मारे थई छे आनंद लीला ल्हेर रे.… –मेरमनी चोधारी मारे काळजे कटारी...० (साखी):- पहेली कटारी ए परीक्षा कीधी बीजीए सांध्यां बाण त्रीजी रमी त्रण भुवनमां, चोथीए वींधाणा प्राण प्राण वींधाणा ने प्रीतुं बंधाणी, देखाड्यो दशमो दुवार कुंचीए करशनजीने वीनवुं मारी सुरतानी लेजो संभाळ रे… –मेरमनी चोधारी मारे काळजे कटारी....) (साखी):- आ कटारी कोईना कळ्यामां नांवे, नई अणी ने नहीं धार, घायल करी गई पांजरुं ई तो ऊतरी आरंपार; वारी वारी कहुं छुं विठ्ठला !मारा अवगुणनो धरशो मा सार, बेडी न देशो मारी बूडवा, मारी बेडली उतारजो भवपार रे.. –मेरमनी चोधारी मारे काळजे कटारी….) (साखी):- कुळमां दावो में छोड्यो शामळा! फळनी मेली लार, अटक पडे व्हेला आवजो, मारा आतमना आधार; वारे वारे शुं कहुं विठ्ठला ! मारा अवगुण ना धरशो एक, शामळा ! व्हाला! तरत सिधावो मारी तरणा बरोबर टेकरे.. –मेरमनी चोधारी मारे काळजे कटारी...) (साखी):- साचा सदगुरु सेविया, जुगते जादव वीर मन पथ्थर हता ते पाणी कीधां, जेम नीर भेळां कीधां नीर पाय लागुं परमेसरा, तमे देखाड्युं निज धाम रे रामदास वचने मूळदास बोले,मारा गुरुजीए बताव्युं तरवानुं ठाम रे.. –मेरमनी चोधारी मारे काळजे कटारी...० 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
Beni! Mara rudiyanaman lagi re, mermani chodhari mara kalje katari... Bayun! Mara kalejaman mari re, beni! mara rudiyanaman mari re, Mari che katari chodhari, mermani katari, mara kalje katari. Bhedu vinani vatun kone re janine? Mermani chodhari, mara kalje katari.… (Sakhi):- Mari katari muldas kye jugate kari ne joi, Kala batawi kaya tani, kalje kapiya koi; (Hrdaya kamalman rami rahi, kaljan fataayan soi,) Kalje kapi karuna kidhi, muj par kidhi maher, Jokho matadyo jam tano, mare thai che anand lila lher re.… –Mermani chodhari mara kalje katari...0 (Sakhi):- Paheli katari e pariksha kidhi bijeia sandhya ban triji rami tran bhuvanman, Chotthiya vindhana pran pran vindhana ne pritun bandhani, Dekhadyo dashmo duvar kunchiya karshanji ne vinavun mari surtani lejo sambhar re… –Mermani chodhari mara kalje katari.... (Sakhi):- Aa katari koina kalyaman navve, nai ani ne nahi dhar, Ghayal kari gai panjarum ee to utri arpae; Vari vari kahun chun vithala! Mara avagunno dharsho ma sar, Bedi na desho mari budva, mari bedli utarjo bhavpar re.. –Mermani chodhari mara kalje katari….) (Sakhi):- Kulman davo men chhodyo shamala! Phalni meli lar, Atk pad vehala avjao, mara atmana adhar; Vare vare shun kahun vithala! Mara avagun na dharsho ek, shamala! Vhalaa! Tarat sidhavo mari tarana barobar tekre… –Mermani chodhari mara kalje katari...) (Sakhi):- Sachaa sadguru seviya, jugate jadv vir man pathar hata te pani kidham, jem nir bhelam kidham nir pay lagun pamesara, Tame dekhadyun nij dham re Ramdas vachane muldas bol, Mara gurujiya bataayun tarvanum tham re.. –Mermani chodhari mara kalje katari...0 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : સંત મહાત્મા મુલદાસ
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.
મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી. સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે લીધી હતી. (સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy