લે તો લેજે નામ રામનું, કહે તો કૃષ્ણજી કહેજે, દહ તો દહેજે તું કામને, રહે તો ગુરુ ચરણે રહેજે –લે તો લેજે નામ રામનું...) મળ તો મળજે મહા સંતને, ટળ તો અવગુણથી ટળજે, ભળ તો ભળે પરિબ્રહ્મમાં, ગળ તો જ્ઞાનમાં ગળજે. –લે તો લેજે નામ રામનું...૦ સમરણ કરે તો સ્વરૂપનું, દમ તો ઈન્દ્રિયને દમજે, ઉદ્યમ કર તો ભગતિ તણો, રમ તો નિરંતરમાં રમજે.. –લે તો લેજે નામ રામનું....) તીરથ કર તો તેવું કરે , નિર્મળ જળમાં નહાવું, બ્રહ્મ સમુદ્રને ઝીલતાં, જળ ભેળું જળ થાવું... –લે તો લેજે નામ રામનું.…૦ વંદે તો વંદે રે વેદાંતને, ભણ તો ગીતાજી ભણજે, સમજે તો સમજે સાનમાં , હણ તો મોહ ને હણજે... –લે તો લેજે નામ રામનું.) મેલ તો સંશયને મેલજે, ભૂલ તો દેહને ભૂલે, અણછતું એહ જાણજે , નહીં મળે મોંઘે મૂલે.... –લે તો લેજે નામ રામનું...૦ નિશ્વે થયું નિજ નામનું, વળતી વાસના નવ ડોલે; મૂળદાસ કહે અક્ષર મૂળગો, ઈ તો બાવન બારો બોલે... –લે તો લેજે નામ રામનું..૦ 🏵️સંત મહાત્મા મૂળદાસ🏵️
https://www.lokdayro.com/
ले तो लेजे नाम रामनुं, कहे तो कृष्णजी कहेजे, दह तो दहेजे तुं कामने, रहे तो गुरु चरणे रहेजे –ले तो लेजे नाम रामनुं...) मळ तो मळजे महा संतने, टळ तो अवगुणथी टळजे, भळ तो भळे परिब्रह्ममां, गळ तो ज्ञानमां गळजे. –ले तो लेजे नाम रामनुं...० समरण करे तो स्वरूपनुं, दम तो ईन्द्रियने दमजे, उद्यम कर तो भगति तणो, रम तो निरंतरमां रमजे.. –ले तो लेजे नाम रामनुं....) तीरथ कर तो तेवुं करे , निर्मळ जळमां नहावुं, ब्रह्म समुद्रने झीलतां, जळ भेळुं जळ थावुं... –ले तो लेजे नाम रामनुं.…० वंदे तो वंदे रे वेदांतने, भण तो गीताजी भणजे, समजे तो समजे सानमां , हण तो मोह ने हणजे... –ले तो लेजे नाम रामनुं.) मेल तो संशयने मेलजे, भूल तो देहने भूले, अणछतुं एह जाणजे , नहीं मळे मोंघे मूले.... –ले तो लेजे नाम रामनुं...० निश्वे थयुं निज नामनुं, वळती वासना नव डोले; मूळदास कहे अक्षर मूळगो, ई तो बावन बारो बोले... –ले तो लेजे नाम रामनुं..० 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
Le to leje naam Ramnun, Kahe to Krishnaji kaheje, Dah to daheje tun kamanE, Rahe to guru charane raheje –Le to leje naam Ramnun... Mal to malje maha santne, Tal to avagunthi talje, Bhal to bhale paribrahmamAn, Gal to gyanaman galje. –Le to leje naam Ramnun...0 Samran kare to swarupnUn, Dam to indriyanE damje, Udyam kar to bhagati tanO, Ram to nirantarmAn ramje.. –Le to leje naam Ramnun.... Tirth kar to tevun kare, Nirmal jalman nahavun, Brahm samudrne jhilatan, Jal bhelun jal thavun... –Le to leje naam Ramnun...0 Vande to vande re vedantne, Bhan to Gitaji bhanje, Samje to samje sanaman, Han to moh ne hanje... –Le to leje naam Ramnun.) Mel to sansayanE melje, Bhul to dehne bhule, Anshatun eh janaje, Nahi mala monghe mule.... –Le to leje naam Ramnun...0 Nishve thayun nij namnUn, Valti vasana nav dole; Muldas kahe akshar mulggo, Ee to bavan baro bole... –Le to leje naam Ramnun..0 🏵️संत महात्मा मूळदास🏵️
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : સંત મહાત્મા મુલદાસ
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સૌરાષ્ટ્રની ભજનમાળાના મેરૂ સંત-કવિ મહાત્મા મૂળદાસજી. તેમનો જન્મ ઈ.સ. ૧૬૫૫ વિ. સં. ૧૭૧૧ માં અમરેલી ના આમોદરા ગામે થયો હતો. તેઓ સોરઠીયા લુહાર ના કુળ માં જનમ્યા હતા. તેમના પિતા :- કરસનદાસજી વાઘેલા અને તેમના માતા :- ગંગાબાઈ હતા. તેમના ગુરુ :- જીવણદાસ લોહલંગરી (ગોંડલ) સંત મહાત્મા મૂળદાસ અમરેલી ના આમોદ્રા ગામમાં સ્થાયી થયા હતા. તેમના શિષ્યોમાં :- શીલદાસ, હાથીરામ અને જદુરામનો સમાવેશ થાય છે.
મૂળદાસે જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીની રચના કરી હતી. તેમણે હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા', 'બારમાસી', 'હરીનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુંનો સંવાદ', 'સમસ્યાઓ', 'મર્કટી નું આખ્યાન', 'ભગવદગીતાનો અનુવાદ' અને 'ભાગવત બીજો સ્કંધ' જેવી રચનાઓ કરી હતી. સંત મહાત્મા મૂળદાસ એ જીવતાં સમાધિ ૧૨૪ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે લીધી હતી. (સંત મુળદાસ ના જીવન ઉપર લખનારા બહુ ઓછા છે પરંતુ સંત મુળદાસ ના ભજનોને ગાનારા વિશ્વભરમાં ઠેર ઠેર છે. સંત મુળદાસ વિશે એટલું જરૂર કહી શકાય કે તેમના ભજન ના શબ્દો નું ભજન બળ એ અદ્વિતીય છે.)
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy