ધાર્યું ધણીનું થાય પરંતુ,સત્ય કર્મ તું કરતો જા, સેવક બનીને સેવા કરજે,ધ્યાન ધણીનું કરતો જા …. ટેક તનથી મનથી વચનથી સાચી,સેવા કરજો ભાઇ, સત્યમેવ જયતે આફર તો,એમાં શાની નવાઇ, દયા ધર્મમાં નિશદિન રહેજે,નિડર થઇ વિચરતો જા ….સેવક બનીને… યોગી તો પોતાનું કરતાં,ભક્ત તો દુઃખમાં દુઃખીયા, સુખ દુઃખમાં છે સાથી સૌના,પ્રભુ નામમાં સુખીયા, બે મારગ છે સમજુ શાણા,મન ભાવે તે કરતો જા …..સેવક બનીને…. મરવું તો જીવવાનું છોડો,જીવવું તો પછી મરવું શું, સમજુ શાનમાં સમજી જાશે,જન્મ ધરીને કરવું શું, દાસ સત્તાર કહે કર જોડી,ભવસાગરને તરતો જા ….સેવક બનીને ….. (ભાવાર્થ:- ધાર્યુ ધણીનું થાય – આ ભજનમાં દાસ સત્તાર બાપુ આપણને સમજાવે છે કે આ જગતમાં જે કંઈ થાય છે, તે ભગવાનની ઇચ્છા અનુસાર જ થાય છે. તેમના મતે, હંમેશા ધણીનું ધાર્યું જ થાય છે. આથી, આપણે બીજી બધી ચિંતાઓ મુકીને ફક્ત સત્ય કર્મ કરતા રહેવું જોઈએ. આપણે સેવક બનીને સમાજની સેવા કરવી અને પ્રભુ ભજન કરવું જોઈએ. સત્તાર બાપુએ આ ભજનમાં માનવ સમાજ માટે ખૂબ જ ઉંડાણપૂર્વકની ટકોર કરી છે.)
https://www.lokdayro.com/
धार्युं धणीनुं थाय परंतु,सत्य कर्म तुं करतो जा, सेवक बनीने सेवा करजे,ध्यान धणीनुं करतो जा …. टेक तनथी मनथी वचनथी साची,सेवा करजो भाइ, सत्यमेव जयते आफर तो,एमां शानी नवाइ, दया धर्ममां निशदिन रहेजे,निडर थइ विचरतो जा ….सेवक बनीने… योगी तो पोतानुं करतां,भक्त तो दुःखमां दुःखीया, सुख दुःखमां छे साथी सौना,प्रभु नाममां सुखीया, बे मारग छे समजु शाणा,मन भावे ते करतो जा …..सेवक बनीने…. मरवुं तो जीववानुं छोडो,जीववुं तो पछी मरवुं शुं, समजु शानमां समजी जाशे,जन्म धरीने करवुं शुं, दास सत्तार कहे कर जोडी,भवसागरने तरतो जा ….सेवक बनीने ….. (भावार्थ:- धार्यु धणीनुं थाय – आ भजनमां दास सत्तार बापु आपणने समजावे छे के आ जगतमां जे कंई थाय छे, ते भगवाननी इच्छा अनुसार ज थाय छे. तेमना मते, हंमेशा धणीनुं धार्युं ज थाय छे. आथी, आपणे बीजी बधी चिंताओ मुकीने फक्त सत्य कर्म करता रहेवुं जोईए. आपणे सेवक बनीने समाजनी सेवा करवी अने प्रभु भजन करवुं जोईए. सत्तार बापुए आ भजनमां मानव समाज माटे खूब ज उंडाणपूर्वकनी टकोर करी छे.)
https://www.lokdayro.com/
Dharyun dhaneenun thay parantu, Satya karm tun karto ja, Sevak banine seva karje, Dhyan dhaneenun karto ja….Tek Tanthi manthi vachanathi sachi, Seva karjo bhai, Satyamev jayate aafar to, Emam shani navai, Daya dharmaman nishdin raheje, Nidar thai vicharto ja….Sevak banine… Yogi to potanun kartaan, Bhakt to dukhman dukhiya, Sukh dukhman che saathi sauna, Prabhu naamman sukhia, Be marg che samaju shana, Man bhave te karto ja….Sevak banine… Marvun to jeevwanun chodo, Jeevvan to pachi marvun shun, Samaju shanaman samaji jase, Janm dhareene karvun shun, Das Sattar kahe kar jodi, Bhavsagarnen tarato ja….Sevak banine….
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy