લોભી વાણીયો રે ભુંડા કરી પસ્તાશે, સમજુ પ્રાણીયા રે સાચા સંતોષે સુખ થાશે…..ટેક લોભીનું મન થોભે નહીં આમ તેમ અથડાશે, સતને ભૂલી લોભમાં ડૂબે નક્કી નરકે જાશે …લોભી વાણીયા રે… લોભે લાગ્યો જ્ઞાને નવ જાગ્યો તારું તે શું થાશે, ધાઇ ધુતી ધન ભેગું કીધું ખાનારાઓ ખાશે… લોભી વાણીયા રે…. સત માગર સત સંગત છોડે તારી શી ગતિ થાશે, લોકો તારા અવગુણ ગાશે માત પિતા લજવાશે… લોભી વાણીયો રે…. લોભે હણાયો લોભે વણાયો લોભે બુડી જાશે દાસ સત્તાર કહે કર જોડી નિર્લોભી તરી જાશે…… લોભી વાણીયા રે….
https://www.lokdayro.com/
लोभी वाणीयो रे भुंडा करी पस्ताशे, समजु प्राणीया रे साचा संतोषे सुख थाशे…..टेक लोभीनुं मन थोभे नहीं आम तेम अथडाशे, सतने भूली लोभमां डूबे नक्की नरके जाशे …लोभी वाणीया रे… लोभे लाग्यो ज्ञाने नव जाग्यो तारुं ते शुं थाशे, धाइ धुती धन भेगुं कीधुं खानाराओ खाशे… लोभी वाणीया रे…. सत मागर सत संगत छोडे तारी शी गति थाशे, लोको तारा अवगुण गाशे मात पिता लजवाशे… लोभी वाणीयो रे…. लोभे हणायो लोभे वणायो लोभे बुडी जाशे दास सत्तार कहे कर जोडी निर्लोभी तरी जाशे…… लोभी वाणीया रे….
https://www.lokdayro.com/
Lobhi vaniyo re bhunda kare pastashe, Samaju praniya re sacha santoshe sukh thashe…Tek Lobhinu man thobe nahi am tem athadashe, Satne bhuli lobhaman dubbe nakkki narke jashen…Lobhi vaniyo re… Lobhe lagyo gyanen nav jago tarun te thashe, Dhai dhuti dhan bhagun kidhun khanarao khashe…Lobhi vaniyo re… Sat marg sat sangat chode tari shi gati thashe, Loko tara avagun gase mat pitra lajvashe…Lobhi vaniyo re… Lobhe hanayo lobhe vanayo lobhe budi jashen, Das Sattar kahe kar jodi nirlabhi teri jashen…Lobhi vaniyo re…
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy