મારા આંગણીએ અજવાળું રે, રૂડુ હદય સિંહાસન ઢાળું રે, ગુરુ મૂર્તિને પ્રેમે નિહાળું રે, ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે.... સાચી મુર્તી ગુરુજીની જોઈ રે, આધિ-વ્યાધિ ઉપાધી ને ખોઈ રે, જોઈ આનંદ મૂર્તિ માં મોહી, ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે.... પ્રેમ-પુષ્પ લઈને વધાવું રે, ચરણ રજ માં શીશ નમાવું રે, ગુરુ-ગોવિંદ નાં ગુણ ગાવું, ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે.... મેંતો અંતર પટને ઉઘાડયું રે, વહેમ-ભેદ નું કાશળ કાઢ્યું રે, કામ-ક્રોધ નું મૂળ ઉખાડ્યું, ગુરુજી મારે આંગણે તો પધાર્યા રે.... ઊંચ-નીચ કઈ નવ જાણું રે, શત્રુ-મિત્ર નાં ગુણ ને વખાણું રે, નાત-જાતનું ભેદ ભગાવું, ગુરુજી મારે આંગણે તો પધાર્યા રે.... ગુરુ આદિ-અનાદિ-અનામી રે, એતો નામી ને અંતરયામી રે, જોઈ-જોઈ મહાસુખ પામી રે, ગુરુજી મારે આંગણે તો પધાર્યા રે.... મને સદ્દગુરુ સાચા મળીયા રે, મહા-આનંદી ને મહાબળીયા રે, દાસ સતાર ના શામળીયા રે, ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે.... મારે આંગણીએ અજવાળું રે....
https://www.lokdayro.com/
मारा आंगणीए अजवाळुं रे, रूडु हदय सिंहासन ढाळुं रे, गुरु मूर्तिने प्रेमे निहाळुं रे, गुरुजी मारा आंगणे तो पधार्या रे.... साची मुर्ती गुरुजीनी जोई रे, आधि-व्याधि उपाधी ने खोई रे, जोई आनंद मूर्ति मां मोही, गुरुजी मारा आंगणे तो पधार्या रे.... प्रेम-पुष्प लईने वधावुं रे, चरण रज मां शीश नमावुं रे, गुरु-गोविंद नां गुण गावुं, गुरुजी मारा आंगणे तो पधार्या रे.... मेंतो अंतर पटने उघाडयुं रे, वहेम-भेद नुं काशळ काढ्युं रे, काम-क्रोध नुं मूळ उखाड्युं, गुरुजी मारे आंगणे तो पधार्या रे.... ऊंच-नीच कई नव जाणुं रे, शत्रु-मित्र नां गुण ने वखाणुं रे, नात-जातनुं भेद भगावुं, गुरुजी मारे आंगणे तो पधार्या रे.... गुरु आदि-अनादि-अनामी रे, एतो नामी ने अंतरयामी रे, जोई-जोई महासुख पामी रे, गुरुजी मारे आंगणे तो पधार्या रे.... मने सद्दगुरु साचा मळीया रे, महा-आनंदी ने महाबळीया रे, दास सतार ना शामळीया रे, गुरुजी मारा आंगणे तो पधार्या रे.... मारे आंगणीए अजवाळुं रे....
https://www.lokdayro.com/
Mara anganiye ajvalun re, Rudu hriday sinhansan dhalun re, Guru murtine prem ne nihalun re, Gurujee mara angane to padharya re... Sachi murti gurujini joyi re, Adhi-vyadhi upadhi ne khoyi re, Joyi anand murti man mohi, Gurujee mara angane to padharya re... Prem-pushp lainen vadhave re, Charan raj man shish namave re, Guru-govind nam gun gavun, Gurujee mara angane to padharya re... Mento antar patne ughadaya re, Vahem-bhed nun kashal kadhyun re, Kam-krodh nun mul ukhadyun, Gurujee mare angane to padharya re... Uncha-nich kai nav janan re, Shatru-mitr nam gun ne vakhanun re, Nat-jatnunu bhed bhagavun, Gurujee mare angane to padharya re... Guru adi-anadi-anami re, Eto nami ne antaryami re, Joyi-joyi maha-sukh pami re, Gurujee mare angane to padharya re... Mane sadguru sacha malia re, Maha-anandi ne maha-baliya re, Das Sattar na shamaliya re, Gurujee mara angane to padharya re... Mara anganiye ajvalun re...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy