version :- 1 મોરલી વેરણ થઈ રે, કાનુડા તારી મોરલી વેરણ થઈ રે, કાનુડા તારી! ઓ રે છબીલા તારી! મોરલી વેરણ… વનરાવનની કુંજગલીમાં, નીકળી વેંચવાને મહી, નંદનો લાલ મુંને સામો મળિયો, જોતાં હું શરમાઈ ગઈ રે, કાનુડા તારી! મોરલી વેરણ… વાલો વગાડે મીઠી મીઠી મોરલી, સાંભળતાં સૂધ ગઈ, ઈ રે છોગાળે કામણ કીધાં, હું રે ઠગાઈ હવે ગઈ રે, કાનુડા તારી! મોરલી વેરણ… સાંવરી સૂરત, મોહની મૂરત ઉપર મોહિત થઈ, ‘દાસ સતાર’ના સ્વામી કેરી, દાસી બનીને હું તો રઈ રે… કાનુડા તારી! મોરલી વેરણ… 🏵️ દાસ સતાર 🏵️ ------------- version :-2 મોરલી વેરણ થઇ રે, કાનુડાની મોરલી વેરણ થઇ, બાવરી હું તો બની ગઇ રે, કાનુડાની મોરલી વેરણ થઇ …… ટેક વૃંદાવનની કુંજ ગલીમાં, ચાલી લઇને મહી, નંદનો લાલ મને સામો મળ્યો, જોતાં જ શરમાઇ ગઇ …… કાનુડા તારી ….. વહાલો વગાડે મીઠી મીઠી મોરલી, સાંભળતાં શુધ્ધ ગઇ, એરે ઠગારે કામણ કીધા, હું તો ઠગાઇ હવે ગઇ રે ….. કાનુડા તારી …. સાંવરી સુરત મોહની મુરત, ઉપર મોહીત થઇ, દાસ સત્તારના પ્રિતમની હું, દાસી બનીને રઇ રે ….. કાનુડા તારી …… 🏵️ દાસ સતાર 🏵️ (આ ભજનનો સંદેશ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણની મોરલીનો મોહ એટલો બધો છે કે તેને સાંભળતાં જ મન શુધ્ધ થઈ જાય છે. આ મોરલીનો મોહ એટલો બધો છે કે તેને સાંભળતાં જ મન ઠગાઇ જાય છે. આ ભજનમાં દાસ સત્તારે કૃષ્ણની મોરલીનો મોહ અને તેના પ્રેમની ઉમદા છબી ઉભી કરી છે.)
https://www.lokdayro.com/
version :- 1 मोरली वेरण थई रे, कानुडा तारी मोरली वेरण थई रे, कानुडा तारी! ओ रे छबीला तारी! मोरली वेरण… वनरावननी कुंजगलीमां, नीकळी वेंचवाने मही, नंदनो लाल मुंने सामो मळियो, जोतां हुं शरमाई गई रे, कानुडा तारी! मोरली वेरण… वालो वगाडे मीठी मीठी मोरली, सांभळतां सूध गई, ई रे छोगाळे कामण कीधां, हुं रे ठगाई हवे गई रे, कानुडा तारी! मोरली वेरण… सांवरी सूरत, मोहनी मूरत उपर मोहित थई, ‘दास सतार’ना स्वामी केरी, दासी बनीने हुं तो रई रे… कानुडा तारी! मोरली वेरण… 🏵️ दास सतार 🏵️ ------------- version :-2 मोरली वेरण थइ रे, कानुडानी मोरली वेरण थइ, बावरी हुं तो बनी गइ रे, कानुडानी मोरली वेरण थइ …… टेक वृंदावननी कुंज गलीमां, चाली लइने मही, नंदनो लाल मने सामो मळ्यो, जोतां ज शरमाइ गइ …… कानुडा तारी ….. वहालो वगाडे मीठी मीठी मोरली, सांभळतां शुध्ध गइ, एरे ठगारे कामण कीधा, हुं तो ठगाइ हवे गइ रे ….. कानुडा तारी …. सांवरी सुरत मोहनी मुरत, उपर मोहीत थइ, दास सत्तारना प्रितमनी हुं, दासी बनीने रइ रे ….. कानुडा तारी …… 🏵️ दास सतार 🏵️ (आ भजननो संदेश ए छे के भगवान श्री कृष्णनी मोरलीनो मोह एटलो बधो छे के तेने सांभळतां ज मन शुध्ध थई जाय छे. आ मोरलीनो मोह एटलो बधो छे के तेने सांभळतां ज मन ठगाइ जाय छे. आ भजनमां दास सत्तारे कृष्णनी मोरलीनो मोह अने तेना प्रेमनी उमदा छबी उभी करी छे.)
https://www.lokdayro.com/
Version 1: Morali veran thai re, kanuda tari morali veran thai re, Kanuda tari! O re chabila tari! Morali veran... Vanaravanani kunjgaliman, nikali vechvane mahi, Nandanu lal munne samo malio, jotan hun sharmayi gai re, Kanuda tari! Morali veran... Valo vagade mithi mithi morali, sanbhalatam sudh gai, Ere thagar kaman kidha, hun to thagai hove gai re, Kanuda tari! Morali veran... Sanvari surat, mohan murat upar mohit thai, 'Das Sattar' na swami kerini, dasi banine hun to rai re... Kanuda tari! Morali veran... Version 2: Morali veran thai re, kanudani morali veran thai, Bavari hun to bani gai re, kanudani morali veran thai... Tek Vrindavanani kunj galiman, chali lainen mahi, Nandanu lal mane samo malio, jotan j sharmai gai... Kanuda tari... Vahalo vagade mithi mithi morali, sanbhalatam shuddh gai, Ere thagar kaman kidha, hun to thagai hove gai re... Kanuda tari... Sanvari surat mohan murat upar mohit thai, Das Sattaran pitamani hun, dasi banine rai re... Kanuda tari...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy