સાખી :- પીલે પીલે રસ મીઠા હે રામ કા ગુરુરસ પીનેસે જબા પે નામ હો ઘનશ્યામ કા... એવી પ્યાલી મેં તો પીધી રે મારા સદગુરૂને હાથે, પીતાં મારે પ્રીત બંધાણી મારા પ્રીતમવર સંગાથે…એવી પ્યાલી (1) પ્રેમ તણી લાગી છે અગ્નિ પ્રગટી હાડો હાડ રે , અણસમજુ અજ્ઞાની મુજને ગાંડી ગણીને કાઢે રે…એવી પ્યાલી (2) પ્રેમે સદગુરૂ મુજને મળીયા સફળ થયો જન્મારો રે, હું ગાંડી કે દુનિયા ગાંડી જ્ઞાની આપ વિચારે રે…એવી પ્યાલી (3) સ્વામીના તો સુખને બહેની પરણેલી સ્ત્રી જાણે, શું સમજે કુંવારી કન્યા એ તો પિયરિયુ વખાણે રે…એવી પ્યાલી (4) દાસ સત્તાર સદગુરૂ પ્રતાપે પરણી મોજું માણો રે, જોવું હોય પિયુનું સુખ તો પરણો વચન પ્રમાણે રે…એવી પ્યાલી (5)
https://www.lokdayro.com/
साखी :- पीले पीले रस मीठा हे राम का गुरुरस पीनेसे जबा पे नाम हो घनश्याम का... एवी प्याली में तो पीधी रे मारा सदगुरूने हाथे, पीतां मारे प्रीत बंधाणी मारा प्रीतमवर संगाथे…एवी प्याली (1) प्रेम तणी लागी छे अग्नि प्रगटी हाडो हाड रे , अणसमजु अज्ञानी मुजने गांडी गणीने काढे रे…एवी प्याली (2) प्रेमे सदगुरू मुजने मळीया सफळ थयो जन्मारो रे, हुं गांडी के दुनिया गांडी ज्ञानी आप विचारे रे…एवी प्याली (3) स्वामीना तो सुखने बहेनी परणेली स्त्री जाणे, शुं समजे कुंवारी कन्या ए तो पियरियु वखाणे रे…एवी प्याली (4) दास सत्तार सदगुरू प्रतापे परणी मोजुं माणो रे, जोवुं होय पियुनुं सुख तो परणो वचन प्रमाणे रे…एवी प्याली (5)
https://www.lokdayro.com/
Saakhi:- Pile pile ras meetha he Ram ka, gururas peene se jaba pe naam ho Ghanshyam ka... Evi pyali mein to peedhi re mara sadgurune haathe, Peetan mare preet bandhani mare preetamvar sangathe...Evi pyali (1) Prem tani lagi che agni pragati haado haad re, Ansamaju ajnani mujne gaandi ganine kaadhe re...Evi pyali (2) Preme sadguru mujne maliya safal thayo janmaro re, Hun gaandi ke duniya gaandi gyaani aap vichare re...Evi pyali (3) Swaamine to sukhne baheni parneli stri janne, Shun samje kunvari kanya e to piyariyu vakhanne re...Evi pyali (4) Daas Sattar sadguru pratapen parni mojum man re, Jovun hoy piyunum sukh to parno vachan pramaane re...Evi pyali (5)
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy