ભુલાતી નથી એ સુખી જિંદગી ને, હમેંશા હતી જ્યાં ખુશી જિંદગીને….ટેક સુખી જિંદગી બાળપણમાં ગુજારી, જુવાનીએ કિધી દુઃખી જિંદગીને….હંમેશા હતી (1) ચડી ષડરિપુને ફંદે જવાની, બગાડે ઉમંગો ભરી જિંદગીને…..હંમેશા હતી (2) મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાયે, દુઃખોમાં ગુજારે રડી જિંદગીને….હંમેશા હતી (3) આ અવનિમાં ઉત્તમ મનુષ્ય દેહ પામી, કુમાર્ગે ચડી વેડફી જિંદગી ને ….હંમેશા હતી (4) કહે જીવ અજ્ઞાનમાં ભાન ભુલી, હજી હું સમજતો નથી જિંદગી ને……હંમેશા હતી (5) વિચારીને જો જિંદગી બંદગી છે, મુરખ તું સમજતો નથી જિંદગી ને…હંમેશા હતી (6) તું કર સંત સમાગમ તો જીવન સુધરશે, દુઆઓ મળે છે ભલી જિંદગીને ….હંમેશા હતી (7) કીધો બોધ સતાર શાહ સદગુરૂએ, કૃપા મુજ પ્રભુની મળી જિદંગીને …હંમેશા હતી (8) ભુલાતી નથી એ સુખી જિંદગી ને, હમેંશા હતી જ્યાં ખુશી જિંદગીને….
https://www.lokdayro.com/
भुलाती नथी ए सुखी जिंदगी ने, हमेंशा हती ज्यां खुशी जिंदगीने….टेक सुखी जिंदगी बाळपणमां गुजारी, जुवानीए किधी दुःखी जिंदगीने….हंमेशा हती (1) चडी षडरिपुने फंदे जवानी, बगाडे उमंगो भरी जिंदगीने…..हंमेशा हती (2) मळे वृद्धपणुं त्यारे पस्तावो थाये, दुःखोमां गुजारे रडी जिंदगीने….हंमेशा हती (3) आ अवनिमां उत्तम मनुष्य देह पामी, कुमार्गे चडी वेडफी जिंदगी ने ….हंमेशा हती (4) कहे जीव अज्ञानमां भान भुली, हजी हुं समजतो नथी जिंदगी ने……हंमेशा हती (5) विचारीने जो जिंदगी बंदगी छे, मुरख तुं समजतो नथी जिंदगी ने…हंमेशा हती (6) तुं कर संत समागम तो जीवन सुधरशे, दुआओ मळे छे भली जिंदगीने ….हंमेशा हती (7) कीधो बोध सतार शाह सदगुरूए, कृपा मुज प्रभुनी मळी जिदंगीने …हंमेशा हती (8) भुलाती नथी ए सुखी जिंदगी ने, हमेंशा हती ज्यां खुशी जिंदगीने….
https://www.lokdayro.com/
Bhulati nathi e sukhii jindagi ne, Hamesha hati jyan khushi jindagi ne…. Tek sukhii jindagi baalpanmaan gujari, Juvaniye kidhi dukhi jindagi ne…. Hamesha hati (1) Chadi shadripune fande javani, Bagade umango bharri jindagi ne…. Hamesha hati (2) Malne vriddhapanun tyare pastavo thayen, Dukhomaa gujare radi jindagi ne…. Hamesha hati (3) Aa avanimaa uttam manushya deh paami, Kumargen chadi vedfi jindagi ne…. Hamesha hati (4) Kahe jeev agyana maan bhaan bhuli, Haji hun samjato nathi jindagi ne…. Hamesha hati (5) Vicharine jo jindagi bandgi che, Murkh tun samjato nathi jindagi ne…. Hamesha hati (6) Tun kar sant samaagam to jivan sudharashe, Duao maalne che bhali jindagi ne…. Hamesha hati (7) Kido bodh Sattar Shah sadguruue, Krupa muj prabhu ni malri jindagi ne…. Hamesha hati (8) Bhulati nathi e sukhii jindagi ne, Hamesha hati jyan khushi jindagi ne….
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : શ્રી સત્તાર શા
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ગુજરાતના રાજપીપળામાં એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું નામ છે સતારશા બાપુનો ઉર્સ. સતારશા બાપુ એક મુસ્લિમ સંત હતા જેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ભજનો અને છંદો લખ્યા હતા. તેમના ભજનો અને છંદો આજે પણ લોકોમાં ઘણાં લોકપ્રિય છે. સતારશા બાપુનો ઉર્સ રમઝાન માસના પચીસમા ચાંદે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજપીપળાના લોકો સતારશા બાપુની કબર ઉપર ચાદર ચઢાવે છે અને તેમના ભજનોની મહેફિલ જામે છે. સતારશા બાપુનો ઉર્સ એક અનોખો ઉત્સવ છે જે હિન્દુ અને મુસ્લિમ લોકોને એકસાથે ઉજવે છે. આ ઉત્સવ એકતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવે છે.
આશરે પાંચ દાયકા પહેલાં મૃત્યુ પામેલા સતારશા બાપુનો જન્મ ઇ.સ 1892માં મુસ્લિમકુળમાં થયો હતો.. સત્તારશાએ માત્ર ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી..ત્યારબાદ માતાની શરણમાં તેમણે ચાર ચોપડી જેટલો અભ્યાસ કર્યો હતો..પરંતુ નાટક કંપનીમાં કામ કરતા કરતા તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો.. તેમણે લખેલા ભજનો આજે ઘણાં લોકપ્રિય છે..
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy