કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે… દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે. મારા બાલુડા ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ, હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર… કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે. હે… માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ? પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ કાઢી કાળવજ્રનું બાણ, લેજો પલમાં એના પ્રાણ… કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે. હે… માતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ? બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર, મારા કોમળઅંગ કુમાર, એને ત્યાં જઈ દેજો માર… કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે. હે… માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ? ત્રીજે કોઠે અશ્વત્થામા, એને મોત ભમે છે સામાં, એથી થાજો કુંવર સામા, એના ત્યાં ઉતરવજો જામા… કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે. હે… માતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ? ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રુજે ધરણ, એને સાચે આવ્યાં મરણ, એનાં ભાંગજે તું તો ચરણ… કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે. હે… માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ? પાંચમે કોઠે દુર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી, એને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી… કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે. હે… માતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે ? છઠ્ઠે કોઠે મામો શલ એ તો જન્મોજનમનો ખલ, એને ટકવા નો દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ… કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે. હે… માતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ? સાતમે કોઠે એ જયદ્રથ ઈ તો લડવૈયો સમરથ, એનો ભાંગી નાંખજે દત, એને આવજે બથ્થમબથ… કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
https://www.lokdayro.com/
कुंता अभिमन्युने बांधे अम्मर राखडी रे… दीकरा दुश्मन डरशे देखी तारी आंखडी रे. मारा बालुडा ओ बाळ, तारा पिता गया पाताळ, हांरे मामो श्रीगोपाळ, करवा कौरवकुळ संहार… कुंता अभिमन्युने बांधे अम्मर राखडी रे. हे… माता, पहेले कोठे कोण आवी ऊभा हशे रे ? पहेले कोठे गुरु द्रोण, एने जगमां जीते कोण काढी काळवज्रनुं बाण, लेजो पलमां एना प्राण… कुंता अभिमन्युने बांधे अम्मर राखडी रे. हे… माता, बीजे कोठे कोण आवीने ऊभा हशे रे ? बीजे कोठे कृपाचार्य, सामा सत्यतणे हथियार, मारा कोमळअंग कुमार, एने त्यां जई देजो मार… कुंता अभिमन्युने बांधे अम्मर राखडी रे. हे… माता, त्रीजे कोठे कोण आवीने ऊभा हशे रे ? त्रीजे कोठे अश्वत्थामा, एने मोत भमे छे सामां, एथी थाजो कुंवर सामा, एना त्यां उतरवजो जामा… कुंता अभिमन्युने बांधे अम्मर राखडी रे. हे… माता, चोथे कोठे कोण आवीने ऊभा हशे रे ? चोथे कोठे काको करण, एने देखी ध्रुजे धरण, एने साचे आव्यां मरण, एनां भांगजे तुं तो चरण… कुंता अभिमन्युने बांधे अम्मर राखडी रे. हे… माता, पांचमे कोठे कोण आवीने ऊभा हशे रे ? पांचमे कोठे दुर्योधन पापी, एने रीस घणेरी व्यापी, एने शिक्षा सारी आपी, एना मस्तक लेजो कापी… कुंता अभिमन्युने बांधे अम्मर राखडी रे. हे… माता, छठ्ठे कोठे कोण आवीने ऊभा हशे रे ? छठ्ठे कोठे मामो शल ए तो जन्मोजनमनो खल, एने टकवा नो दईश पल, एनुं अति घणुं छे बल… कुंता अभिमन्युने बांधे अम्मर राखडी रे. हे… माता, सातमे कोठे कोण आवीने ऊभा हशे रे ? सातमे कोठे ए जयद्रथ ई तो लडवैयो समरथ, एनो भांगी नांखजे दत, एने आवजे बथ्थमबथ… कुंता अभिमन्युने बांधे अम्मर राखडी रे.
https://www.lokdayro.com/
kunta abhiman'yune bandhe am'mara rakhadi re ... dikara dusmana darase dekhi tari ankhadi re. mara baluda o bala، tara pita gaya patala، hanre mamo srigopala، karava kauravakula sanhara... kunta abhiman'yune bandhe am'mara rakhadi re. he... mata ، pahele kothe kona avi ubha hase re؟ pahele kothe guru drona ، ene jagamam jite kona kadhi kalavajranum bana، lejo palamam ena prana ... kunta abhiman'yune bandhe am'mara rakhadi re. he... mata ، bije kothe kona avine ubha hase re؟ bije kothe krpacarya، sama satyatane hathiyara، mara komala'anga kumara، ene tyam ja'i dejo mara ... kunta abhiman'yune bandhe am'mara rakhadi re. he... mata ، trije kothe kona avine ubha hase re؟ trije kothe asvat'thama، ene mota bhame che samam، ethi thajo kunvara sama، ena tyam utaravajo jama... kunta abhiman'yune bandhe am'mara rakhadi re. he... mata ، cothe kothe kona avine ubha hase re؟ cothe kothe kako karana، ene dekhi dhruje dharana، ene sace avyam marana، enam bhangaje tum to carana ... kunta abhiman'yune bandhe am'mara rakhadi re. he... mata ، pancame kothe kona avine ubha hase re؟ pancame kothe duryodhana papi، ene risa ghaneri vyapi، ene siksa sari api، ena mastaka lejo kapi ... kunta abhiman'yune bandhe am'mara rakhadi re. he... mata ، chaththe kothe kona avine ubha hase re؟ chaththe kothe mamo sala e to janmojanamano khala ، ene takava no da'isa pala، enum ati ghanum che bala ... kunta abhiman'yune bandhe am'mara rakhadi re. he... mata ، satame kothe kona avine ubha hase re؟ satame kothe e jayadratha i to ladavaiyo samaratha ، eno bhangi nankhaje data، ene avaje baththamabatha ... kunta abhiman'yune bandhe am'mara rakhadi re
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : દિવાળીબેન ભીલ
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : दीवालीबेन भील
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : Diwaliben Bhil
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
પદ્મશ્રી દિવાળીબેન ભીલ (જન્મ June 2, 1943) એટલે ગુજરાતની કોયલ તરીકે જાણીતા એકમાત્ર લોકગાયિકા અને પાર્શ્વગાયિકા.
૧૯૯૦માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જન્મ સ્થળ :- અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં
અવસાન :- May 19, 2016 (ઉંમર 72) જુનાગઢ માં
पद्म श्री दीवालीबेन भील (जन्म 2 जून, 1943) एकमात्र लोक गायक और पार्श्व गायिका हैं जिन्हें गुजरात की कोयल के नाम से जाना जाता है।
1990 में, उन्हें भारत सरकार द्वारा पद्म श्री से सम्मानित किया गया था।
जन्म स्थान :- अमरेली जिले के धारी तालुका के दलखानिया गांव में
मृत्यु:- 19 मई 2016 (उम्र 72) जूनागढ़ में
Padma Shri Diwaliben Bhil (born June 2, 1943) is the only folk singer and playback singer known as Koyal of Gujarat.
In 1990, she was awarded the Padma Shri by the Government of India.
Place of birth: - In Dalkhania village of Dhari taluka of Amreli district
Died: - May 19, 2016 (age 72) in Junagadh
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy