જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તું ને મારશે, મું ને બાળહત્યા લાગશે.. -હે જળ કમળ છાંડી જાને બાળા.) કહે રે બાળક! તું મારગ ભુલ્યો? કે તારા વેરીએ વળાવિયો ? નિશચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદને આવીયો ? -હે જળ કમળ છાંડી જાને બાળા.) નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીયો, મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારીયો.. -હે જળ કમળ છાંડી જાને બાળા.) રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો, તારી માતાએ કેટલા જન્મ્યા? તેમાં તું અળખામણો ! .. -હે જળ કમળ છાંડી જાને બાળા.) મારી માતાએ બે ઉ જન્મ્યા, તેમાં હું નટવર ન્હાનડો, જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.. -હે જળ કમળ છાંડી જાને બાળા.) લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ, એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરીઓ.. -હે જળ કમળ છાંડી જાને બાળા.) શું કરું નાગણ ! હાર તારો ? શું કરું તારો દોરીઓ? શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ? -હે જળ કમળ છાંડી જાને બાળા.) ચરણ ચાંપી , મૂછ મરડી, નાગણે નાગ જગાડીયો ઉઠોને બળવંત બારણે , કોઈ બાળક આવીયો.. -હે જળ કમળ છાંડી જાને બાળા.) બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથિયો સહશ્ર ફેણા ફુંફવે જેમ ગગન ગાજે હાથિયો. -હે જળ કમળ છાંડી જાને બાળા.) નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુ:ખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે ,પછી નાગનું શીશ કાપશે.. -હે જળ કમળ છાંડી જાને બાળા.) બેઉ કર જોડીને વિનવે, સ્વામી ! મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને. -હે જળ કમળ છાંડી જાને બાળા.) થાળ ભરી શગ મોતીડે, શ્રી કૃષ્ણને રે વધાવિયો, નરસૈયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો.. -હે જળ કમળ છાંડી જાને બાળા.)
https://www.lokdayro.com/
जळ कमळ छांडी जाने बाळा, स्वामी अमारो जागशे, जागशे तुं ने मारशे, मुं ने बाळहत्या लागशे.. -हे जळ कमळ छांडी जाने बाळा.) कहे रे बाळक! तुं मारग भुल्यो? के तारा वेरीए वळावियो ? निशचे तारो काळ ज खूट्यो, अहींया ते शीदने आवीयो ? -हे जळ कमळ छांडी जाने बाळा.) नथी नागण हुं मारग भूल्यो, नथी मारा वेरीए वळावीयो, मथुरा नगरीमां जुगटु रमतां, नागनुं शीश हुं हारीयो.. -हे जळ कमळ छांडी जाने बाळा.) रंगे रूडो रूपे पूरो, दिसंतो कोडीलो कोडामणो, तारी माताए केटला जन्म्या? तेमां तुं अळखामणो ! .. -हे जळ कमळ छांडी जाने बाळा.) मारी माताए बे उ जन्म्या, तेमां हुं नटवर न्हानडो, जगाड तारा नागने, मारुं नाम कृष्ण कहानडो.. -हे जळ कमळ छांडी जाने बाळा.) लाख सवानो मारो हार आपुं, आपुं रे तुजने दोरीओ, एटलुं मारा नागथी छानुं, आपुं तुजने चोरीओ.. -हे जळ कमळ छांडी जाने बाळा.) शुं करुं नागण ! हार तारो ? शुं करुं तारो दोरीओ? शाने काजे नागण तारे, करवी घरमां चोरीओ? -हे जळ कमळ छांडी जाने बाळा.) चरण चांपी , मूछ मरडी, नागणे नाग जगाडीयो उठोने बळवंत बारणे , कोई बाळक आवीयो.. -हे जळ कमळ छांडी जाने बाळा.) बेउ बळिया बाथे वळग्या, कृष्णे काळीनाग नाथियो सहश्र फेणा फुंफवे जेम गगन गाजे हाथियो. -हे जळ कमळ छांडी जाने बाळा.) नागण सौ विलाप करे जे, नागने बहु दु:ख आपशे, मथुरा नगरीमां लई जशे ,पछी नागनुं शीश कापशे.. -हे जळ कमळ छांडी जाने बाळा.) बेउ कर जोडीने विनवे, स्वामी ! मूको अमारा कंथने, अमे अपराधी कांई न समज्यां, न ओळख्या भगवंतने. -हे जळ कमळ छांडी जाने बाळा.) थाळ भरी शग मोतीडे, श्री कृष्णने रे वधावियो, नरसैयाना नाथ पासेथी, नागणे नाग छोडावियो.. -हे जळ कमळ छांडी जाने बाळा.)
https://www.lokdayro.com/
jala kamala chandi jane bala، svami amaro jagase، tum ne marase، mum ne balahatya lagase .. -he jala kamala chandi jane bala.) kahe re balaka! tum maraga bhulyo؟ ke tara veri'e valaviyo؟ nisace taro kala ja khutyo ، ahinya te sidane aviyo؟ -he jala kamala chandi jane bala.) nathi nagana hum maraga bhulyo، nathi mara veri'e valaviyo، nagarimam jugatu ramatam، naganum sisa hum hariyo .. -he jala kamala chandi jane bala.) range rudo rupe puro، disanto kodilo kodamano، tari mata'e ketala janmya؟ temam tum alakhamano! .. -he jala kamala chandi jane bala.) mari mata'e be u janmya، temam hum natavara nhanado، jagada tara nagane، marum nama krsna kahanado .. -he jala kamala chandi jane bala.) lakha savano maro hara apum، apum re tujane dori'o، mara nagathi chanum، apum tujane cori'o .. -he jala kamala chandi jane bala.) sum karum nagana! hara taro؟ sum karum taro dori'o؟ sane kaje nagana tare ، karavi gharamam cori'o؟ -he jala kamala chandi jane bala.) carana campi ، mucha maradi ، nagane naga jagadiyo balavanta barane، ko'i balaka aviyo .. -he jala kamala chandi jane bala.) be'u baliya bathe valagya ، krsne kalinaga nathiyo sahasra phena phumphave jema gagana gaje hathiyo. -he jala kamala chandi jane bala.) nagana sau vilapa kare je، nagane bahu du: kha apase، nagarimam la'i jase، pachi naganum sisa kapase .. -he jala kamala chandi jane bala.) be'u kara jodine vinave ، svami! muko amara kanthane ، ame aparadhi kami na samajyam ، na olakhya bhagavantane. -he jala kamala chandi jane bala.) thala bhari saga motide، sri krsnane re vadhaviyo، natha pasethi، nagane naga chodaviyo .. -he jala kamala chandi jane bala.)
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy