ચેતન ! જ્ઞાન અજુવાળીયે, ટાળીયે મોહ સંતાપ રે; ચિત્ત ડમડોલતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે. ૧ ઉપશમ અમૃતરસ પીજીએ, કીજીએ સાધુ ગુણગાન રે; અધમ વચણે નવિ ખીજીએ, દીજીએ સજ્જનને માન રે. ૨ ક્રોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીએ વયણ મુખ સાર રે; સમકિત રત્નરૂચિ જોડીએ, છોડીએ કુમતિ મતિ કાચ રે. ૩ શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે; પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગ મિત્ત રે. ૪ જે સમોસરણમાં રાજતાં, ભાંજતા ભવિક સંદેહ રે; ધર્મના વચન વરસે સદા, પુષ્કરાવર્ત જિમ મેહ રે. ૫ શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે; ભોગવે રાજ શિવનગરનું, જ્ઞાન આનંદ ભરપૂર રે. ૬ સાધુનું શરણ ત્રીજું ધરે, જેહ સાધે શિવપંથ રે; મૂળ ઉત્તર ગુણે જે વર્યા, ભવ તર્યા ભાવ નિગ્રંથ રે. ૭ શરણ ચોથું ધરે ધર્મનું, જેહમાં વર દયાભાવ રે; જેહ સુખ હેતુ જિનવર કહ્યો, પાપ જલ તરવા નાવ રે. ૮ ચારનાં શરણ એ પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધિ રે; દુરિત સવિ આપણા નિંદિએ, જીમ હોયે સંવર વૃદ્ધિ રે. ૯ ઇહભવ પરભવ આચર્ચા, પાપ અધિકરણ મિથ્યાત્વ રે; જે જિનાશાતનાદિક ઘણાં, નિંદિએ તેહ ગુણઘાત રે. ૧૦ ગુરૂતણા વચન જે અવગણી, ગુંથિયા આપ મત જાલ રે; બહુપરે લોકોને ભોળવ્યાં, નિંદિએ તેહ જંજાલ રે. ૧૧ જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે; જેહ પરધન હરી હરખીયાં, કીધલો કામ ઉન્માદ રે. ૧૨ જેહ ધન ધાન્ય મૂર્છા ધરી, સેવિયા ચાર કષાય રે; રાગ ને દ્વેષને વશ હુઆ, જે કીયો કલહ ઉપાય રે. ૧૩ જૂઠ જે આળ પરને દિયા, જે કર્યા પિશુનતા પાપ રે; રતિ અરતિ નિંદ માયા મૃષા, વળીય મિથ્યાત્વ સંતાપ રે. ૧૪ પાપ જે એહવા સેવિચાં, નિંદિએ તેહ ત્રિહું કાલ રે; સુકૃત અનુમોદના કીજીએ, જિમ હોય કર્મ વિસરાલ રે. ૧૫ વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિનનામ સંયોગ રે; તેહ ગુણ તાસ અનુમોદિએ, પુણ્ય અનુબંધ શુભયોગ રે. ૧૬ સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહ રે; જેહ આચાર આચાર્યનો, ચરણવન સિંચવા મેહ રે. ૧૭ જેહ ઉવજ્ઝાયનો ગુણ ભલો, સૂત્ર સજ્ઝાય પરિણામ રે; સાધુની જેહ વળી સાધુતા, મૂળ ઉત્તર ગુણ ધામ રે. ૧૮ જેહ વિરતિ દેશશ્રાવક તણી, જેહ સમકિત સદાચાર રે; સમકિત દૃષ્ટિ સુરનર તણો, તેહ અનુમોદિયે સાર રે. ૧૯ અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિનવચન અનુસાર રે; સર્વ તે ચિત્ત અનુમોદિએ, સમકિત બીજ નિરધાર રે. ૨૦ પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે; ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે. ૨૧ થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે; દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજઆતમા જાણ રે. ૨૨ ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે; ભાવિયે શુદ્ધનય ભાવના, પાપનાશચ તણું ઠામ રે. ૨૩ દેહ મન વચન પુદ્દગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે. ૨૪ કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિ વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ રે. ૨૫ ધારતાં ધર્મની ધારણા, મારતાં મોતવડ ચોર રે; જ્ઞાનરૂચિ વેલ વિસ્તારતાં , વારતાં કર્મનું જોર રે. ૨૬ રાગ વિષ દોષ ઉતારતાં, જારતાં દ્વેષ રસ શેષ રે; પૂર્વ મુનિ વચન સંભારતાં, વારતાં કર્મ નિઃશેષ રે. ૨૭ દેખિયે માર્ગ શિવ નગરનો, જે ઉદાસીન પરિણામ રે; તેહ અણછોડતાં ચાલીએ, પામીયે જિમ પરમધામ રે. ૨૮ શ્રી નયવિજય ગર શિષ્યની શીખડી અમૃત વેલ રે; એહ જે ચતુર નાર આદરે, તે લહે સુયશ રંગરેલ રે. ૨૯
https://www.lokdayro.com/
चेतन ! ज्ञान अजुवाळीये, टाळीये मोह संताप रे; चित्त डमडोलतुं वाळीए, पाळीए सहज गुण आप रे. १ उपशम अमृतरस पीजीए, कीजीए साधु गुणगान रे; अधम वचणे नवि खीजीए, दीजीए सज्जनने मान रे. २ क्रोध अनुबंध नवि राखीए, भाखीए वयण मुख सार रे; समकित रत्नरूचि जोडीए, छोडीए कुमति मति काच रे. ३ शुद्ध परिणामने कारणे, चारनां शरण धरे चित्त रे; प्रथम तिहां शरण अरिहंतनुं, जेह जगदीश जग मित्त रे. ४ जे समोसरणमां राजतां, भांजता भविक संदेह रे; धर्मना वचन वरसे सदा, पुष्करावर्त जिम मेह रे. ५ शरण बीजुं भजे सिद्धनुं, जे करे कर्म चकचूर रे; भोगवे राज शिवनगरनुं, ज्ञान आनंद भरपूर रे. ६ साधुनुं शरण त्रीजुं धरे, जेह साधे शिवपंथ रे; मूळ उत्तर गुणे जे वर्या, भव तर्या भाव निग्रंथ रे. ७ शरण चोथुं धरे धर्मनुं, जेहमां वर दयाभाव रे; जेह सुख हेतु जिनवर कह्यो, पाप जल तरवा नाव रे. ८ चारनां शरण ए पडिवजे, वळी भजे भावना शुद्धि रे; दुरित सवि आपणा निंदिए, जीम होये संवर वृद्धि रे. ९ इहभव परभव आचर्चा, पाप अधिकरण मिथ्यात्व रे; जे जिनाशातनादिक घणां, निंदिए तेह गुणघात रे. १० गुरूतणा वचन जे अवगणी, गुंथिया आप मत जाल रे; बहुपरे लोकोने भोळव्यां, निंदिए तेह जंजाल रे. ११ जेह हिंसा करी आकरी, जेह बोल्या मृषावाद रे; जेह परधन हरी हरखीयां, कीधलो काम उन्माद रे. १२ जेह धन धान्य मूर्छा धरी, सेविया चार कषाय रे; राग ने द्वेषने वश हुआ, जे कीयो कलह उपाय रे. १३ जूठ जे आळ परने दिया, जे कर्या पिशुनता पाप रे; रति अरति निंद माया मृषा, वळीय मिथ्यात्व संताप रे. १४ पाप जे एहवा सेविचां, निंदिए तेह त्रिहुं काल रे; सुकृत अनुमोदना कीजीए, जिम होय कर्म विसराल रे. १५ विश्व उपकार जे जिन करे, सार जिननाम संयोग रे; तेह गुण तास अनुमोदिए, पुण्य अनुबंध शुभयोग रे. १६ सिद्धनी सिद्धता कर्मना, क्षय थकी उपनी जेह रे; जेह आचार आचार्यनो, चरणवन सिंचवा मेह रे. १७ जेह उवज्झायनो गुण भलो, सूत्र सज्झाय परिणाम रे; साधुनी जेह वळी साधुता, मूळ उत्तर गुण धाम रे. १८ जेह विरति देशश्रावक तणी, जेह समकित सदाचार रे; समकित दृष्टि सुरनर तणो, तेह अनुमोदिये सार रे. १९ अन्यमां पण दयादिक गुणो, जेह जिनवचन अनुसार रे; सर्व ते चित्त अनुमोदिए, समकित बीज निरधार रे. २० पाप नवि तीव्र भावे करे, जेहने नवि भव राग रे; उचित स्थिति जेह सेवे सदा, तेह अनुमोदवा लाग रे. २१ थोडलो पण गुण परतणो, सांभळी हर्ष मन आण रे; दोष लव पण निज देखतां, निर्गुण निजआतमा जाण रे. २२ उचित व्यवहार अवलंबने, एम करी स्थिर परिणाम रे; भाविये शुद्धनय भावना, पापनाशच तणुं ठाम रे. २३ देह मन वचन पुद्दगल थकी, कर्मथी भिन्न तुज रूप रे; अक्षय अकलंक छे जीवनुं, ज्ञान आनंद स्वरूप रे. २४ कर्मथी कल्पना उपजे, पवनथी जेम जलधि वेल रे; रूप प्रगटे सहज आपणुं देखतां दृष्टि स्थिर मेल रे. २५ धारतां धर्मनी धारणा, मारतां मोतवड चोर रे; ज्ञानरूचि वेल विस्तारतां , वारतां कर्मनुं जोर रे. २६ राग विष दोष उतारतां, जारतां द्वेष रस शेष रे; पूर्व मुनि वचन संभारतां, वारतां कर्म निःशेष रे. २७ देखिये मार्ग शिव नगरनो, जे उदासीन परिणाम रे; तेह अणछोडतां चालीए, पामीये जिम परमधाम रे. २८ श्री नयविजय गर शिष्यनी शीखडी अमृत वेल रे; एह जे चतुर नार आदरे, ते लहे सुयश रंगरेल रे. २९
https://www.lokdayro.com/
cetana! jnana ajuvaliye ، taliye moha santapa re ؛ citta damadolatum vali'e ، pali'e sahaja guna apa re. 1 upasama amrtarasa piji'e ، kiji'e sadhu gunagana re ؛ adhama vacane navi khiji'e ، diji'e sajjanane mana re. 2 krodha anubandha navi rakhi'e ، bhakhi'e vayana mukha sara re ؛ samakita ratnaruci jodi'e ، chodi'e kumati mati kaca re. 3 sud'dha parinamane karane ، caranam sarana dhare citta re ؛ prathama tiham sarana arihantanum ، jeha jagadisa jaga mitta re. 4 je samosaranamam rajatam ، bhanjata bhavika sandeha re ؛ dharmana vacana varase sada ، puskaravarta jima meha re. 5 sarana bijum bhaje sid'dhanum ، je kare karma cakacura re ؛ bhogave raja sivanagaranum ، jnana ananda bharapura re. 6 sadhunum sarana trijum dhare ، jeha sadhe sivapantha re ؛ mula uttara gune je varya ، bhava tarya bhava nigrantha re. 7 sarana cothum dhare dharmanum ، jehamam vara dayabhava re ؛ jeha sukha hetu jinavara kahyo ، papa jala tarava nava re. 8 caranam sarana e padivaje ، vali bhaje bhavana sud'dhi re ؛ durita savi apana nindi'e ، jima hoye sanvara vrd'dhi re. 9 ihabhava parabhava acarca ، papa adhikarana mithyatva re ؛ je jinasatanadika ghanam ، nindi'e teha gunaghata re. 10 gurutana vacana je avagani ، gunthiya apa mata jala re ؛ bahupare lokone bholavyam ، nindi'e teha janjala re. 11 jeha hinsa kari akari ، jeha bolya mrsavada re ؛ jeha paradhana hari harakhiyam ، kidhalo kama unmada re. 12 jeha dhana dhan'ya murcha dhari ، seviya cara kasaya re ؛ raga ne dvesane vasa hu'a ، je kiyo kalaha upaya re. 13 jutha je ala parane diya ، je karya pisunata papa re ؛ rati arati ninda maya mrsa ، valiya mithyatva santapa re. 14 papa je ehava sevicam ، nindi'e teha trihum kala re ؛ sukrta anumodana kiji'e ، jima hoya karma visarala re. 15 visva upakara je jina kare ، sara jinanama sanyoga re ؛ teha guna tasa anumodi'e ، punya anubandha subhayoga re. 16 sid'dhani sid'dhata karmana ، ksaya thaki upani jeha re ؛ jeha acara acaryano ، caranavana sincava meha re. 17 jeha uvajjhayano guna bhalo ، sutra sajjhaya parinama re ؛ sadhuni jeha vali sadhuta ، mula uttara guna dhama re. 18 jeha virati desasravaka tani ، jeha samakita sadacara re ؛ samakita drsti suranara tano ، teha anumodiye sara re. 19 an'yamam pana dayadika guno ، jeha jinavacana anusara re ؛ sarva te citta anumodi'e ، samakita bija niradhara re. 20 papa navi tivra bhave kare ، jehane navi bhava raga re ؛ ucita sthiti jeha seve sada ، teha anumodava laga re. 21 thodalo pana guna paratano ، sambhali harsa mana ana re ؛ dosa lava pana nija dekhatam ، nirguna nija'atama jana re. 22 ucita vyavahara avalambane ، ema kari sthira parinama re ؛ bhaviye sud'dhanaya bhavana ، papanasaca tanum thama re. 23 deha mana vacana puddagala thaki ، karmathi bhinna tuja rupa re ؛ aksaya akalanka che jivanum ، jnana ananda svarupa re. 24 karmathi kalpana upaje ، pavanathi jema jaladhi vela re ؛ pragate sahaja apanum dekhatam drsti sthira mela re. 25 dharatam dharmani dharana ، maratam motavada cora re ؛ jnanaruci vela vistaratam ، varatam karmanum jora re. 26 raga visa dosa utaratam ، jaratam dvesa rasa sesa re ؛ purva muni vacana sambharatam ، varatam karma nihsesa re. 27 dekhiye marga siva nagarano ، je udasina parinama re ؛ teha anachodatam cali'e ، pamiye jima paramadhama re. 28 sri nayavijaya gara sisyani sikhadi amrta vela re ؛ eha je catura nara adare ، te lahe suyasa rangarela re. 29
https://www.lokdayro.com/
આ સજઝાય ના રચયિતા : ? 🙁
આ સજઝાય ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સજઝાય ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સજઝાય ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये जैन सज्झाय के रचयिता : ? 🙁
ये जैन सज्झाय के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये जैन सज्झाय गाई जाती हे : ? 🙁
ये जैन सज्झाय कोनसे ताल में गाई जाती हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this jain sajjhay : ? 🙁
popular singer of this jain sajjhay : ? 🙁
this jain sajjhay is sung under a which Raag : ? 🙁
this jain sajjhay is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a Jain sajjay (sajjhay) |
---|---|
1 | Krodh ni sajjay |
2 | man ni sajjay |
3 | maya ni sajjay |
4 | lobh ni sajjay |
5 | Vairagya Ni Sajjay |
6 | Zanzariya Muni Ni Sajjay |
7 | Bahubali Sajjay |
8 | Samayik Labh Ni Sajjay |
9 | Kamlata Ni Sajjay |
10 | Shree Vijayhir Surishwarji Maharaja Sajjay |
11 | Chhaththa Aara Ni Sajjay |
12 | Bharahesar ni sajjay |
13 | Manh jinanama sajjay sutra (shravak krutya nu sajjay) |
14 | Aap Swabhav ni Sajjay |
15 | Amrutvel Ni Sajjay |
16 | Gautam Swami Ni Sajjay |
17 | Shiyal Ni Sajjay |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy