આજ મને આનંદ, વાધ્યો અતિ ઘણો મા, ગાવા ગરબા છંદ, બહુચર માત તણો મા. ૧ અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા, છો ઇચ્છા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા. ૨ સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળ તારો મા, બાળ કરી સંભાળ, કર ઝાલો મારો મા. ૩ તોતળા મુખ તન્ન, તો તો તોય કહે મા, અર્ભક માગે અન્ન, નિજ માતા મન લહે મા ૪ નહીં સવ્ય અપસવ્ય, કંઇ કોઇ જાણું મા, કવિ કહાવ્યા કાવ્ય, મન મિથ્યા આણું મા ૫ કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા, મૂરખમાં અણમોલ, રસ રટવા વિચર્યો મા ૬ મૂઢ પ્રમાણે મતિ, મન મિથ્યા માપી મા, કોણ લહે ઉત્પત્તિ, વિશ્વ રહ્યા વ્યાપી મા ૭ પ્રાક્રમ પૌઢ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીછું મા, પૂર્ણ પ્રગટ અખંડ, અજ્ઞા થકો ઇચ્છું મા ૮ અર્ણવ ઓછે પાત્ર, અકળ કરી આણું મા, પામું નહીં પળમાત્ર, મન જાણું નાણું મા ૯ રસના યુગ્મ હજાર, તે રટતાં હાર્યો મા, ઇશે અંશ લગાર લઇ મન્મથ માર્યો મા ૧૦ માર્કંડ મુનિરાય મુખ , માહાત્મય તુજ ભાખ્યું મા, જૈમિની ઋષિ જેવાય, ઉર અંતરે રાખ્યું મા. ૧૧ અણગણ ગુણ ગતિ ગોત, ખેલ ખરો ન્યારો મા, માત જાગતી જ્યોત, ઝળહળતો પારો મા. ૧૨ જણ તૃણવત ગુણનાથ, કહું ઉંડળ ગુંડળ મા, ભરવા બુદ્ધિ બે હાથ, ઓધામાં ઉંડળ મા. ૧૩ પાઘ નમાવી શીશ, કહું ઘેલું ગાંડુ મા, માત ન ધરશો રીસ, છો ખુલ્લું ખાંડું મા. ૧૪ આદ્ય નિરંજન એક, અલખ અકળ રાણી મા, તુજથી અવર અનેક, વિસ્તરતાં જાણી મા. ૧૫ શક્તિ સૃજવા સૂષ્ટી, સહજ સ્વભાવ સ્વકલ્પે મા, કિંચિત્ કરુણા દષ્ટ, કૃત કૃત કોટી કલ્પ મા. ૧૬ માતંગી મન મુક્ત, રમવા કીધું મન મા, જોવા યુક્ત અયુક્ત, રચિયાં ચૌદ ભુવન મા. ૧૭ નીર ગગન ભૂ તેજ, સેજ કરી નીર્મ્યાં મા, મારુત વસ જે છે જ, ભાંડ કરી ભરમ્યા મા. ૧૮ તત્ક્ષણ તનથી દેહ, ત્રણ કરી પેદા મા, ભવકૃત કર્તા જેહ, સૃજે પાળે છેદા મા. ૧૯ પ્રથમ કર્યો ઉચ્ચાર, વેદ ચાર વાયક મા, ધર્મ સમસ્ત પ્રકાર, ભૂ ભણવા લાય મા. ૨૦ પ્રગટી પંચ મહાભૂત, અવર સર્વ જે કો મા, શક્તિ સર્વ સંયુક્ત, શક્તિ વિણ નહીં કો મા. ૨૧ મૂળ મહીં મંડાણ, મહા માહેશ્વરી મા, જગ સચરાચર જાણ, જય વિશ્વેશ્વરી મા. ૨૨ જળમધ્યે જળશાયી, પોઢયા જગજીવન મા, બેઠાં અંતરીક્ષ આઇ, ખોળે રાખી તન મા. ૨૩ વ્યોમ વિમાનની વાટ, ઠાઠ ઠઠયો આછો મા, ઘટઘટ સરખો ઘાટ, કાચ બન્યો કાચો મા. ૨૪ જન્મ જન્મ અવતાર, આકાશે આણી મા, ર્નિમિત હિત કરનાર, નખશિખ નારાયણી મા. ૨૫ પન્નગને પશુ પંખી, પૃથક પૃથક પ્રાણી મા, જુગ જુગ માંહિ ઝંખી, રૃપે રૃદ્રાણી મા. ૨૬ ચક્ષુ મધ્ય ચૈતન્ય વચ્ચે આસન ટીકી મા, જણાવવા જનય મન્ય, મધ્યે માતા કીકી મા. ૨૭ અણૂચર તૃણચર વાયુ, ચર વારિ ચરતા મા, ઉદર ઉદર ભરી આયુ, તું ભવાની ભર્તા મા. ૨૮ રજો તમો ને સત્વ, ત્રિગુણાત્મક ત્રાતા મા, ત્રિભુવન તારણ તત્ત્વ, જગત તણી જાતા મા. ૨૯ જ્યાં જયમ ત્યાં ત્યમ રૃપ, તેજ ધર્યું સઘળે મા, કોટી કરે જય ઘૂપ, કોઇ તુજને ન કળે મા. ૩૦ મેરુ શિખર મહીં માંહી, ધોળગઢ પાસે મા, બાળી બહુચર માય, આદ્ય વસે વાસો મા. ૩૧ ન લહે બ્રહ્મા ભેદ, ગુહ્ય ગતિ તાહરી મા, વાણી વખાણે વેદ, શી મતિ મહારી મા. ૩૨ વિષ્ણુ વિમાસી મન્ય, ધન્ય જ ઉચ્ચરિયા મા, અવર ન તુમથી અન્ય, બાળી બહુચરિયા મા. ૩૩ માને મન માહેશ, માત મયા કીધે મા, જાણે સુરપતિ શેષ, સહુ તારે લીધે મા. ૩૪ સહસ્ત્ર ફણાધર શેષ, શક્તિ સબળ સાધી મા, નામ ધર્યું નાગેશ, કીર્તિ જ તો વાધી મા. ૩૫ મચ્છ કચ્છ વારાહ, નૃસિંહ વામન થઇ મા, અવતારો તારાહ તે, તુજ મહાત્મ્ય મ્હી મા. ૩૬ પરશુરામ શ્રીરામ રામ, બની બળ જેહ મા, બુદ્ધ કલંકી નામ, દશ વિધ ધારી દેહ મા. ૩૭ મધ્ય મથુરાથી બાળ, ગોકુળ તો પહોંચ્યુ મા, તેં નાખી મોહજાળ, કોઇ બીજું નહોતું મા. ૩૮ કૃષ્ણ કૃષ્ણ અવતાર, કલી કારણ કીધું મા, ભક્તિ મુક્તિ દાતાર, થઇ દર્શન દીધું મા. ૩૯ વ્યંઢળને વળી નાર, પુરુષપણે રાખ્યાં મા, એ અચરજ સંસાર, શ્રુતિ સ્મૃતિએ ભાખ્યા મા. ૪૦ જાણી વ્યંઢળ કાય, જગમાં અણજુક્તિ મા, મા મોટે મહિમાય, ઇન્દ્ર કથે યુક્તિ મા. ૪૧ મ્હેરામણ મથી મેર, કીધો રવૈયો સ્થિર મા, કાઢયાં રત્ન એક તેર, વાસુકિના નેતર મા. ૪૨ સુર સંકટ હરનાર, સેવકના સન્મુખ મા, અવિગત અગમઅપાર, આનંદો દધિ સુખ મા. ૪૩ સનકાદિક મુનિ સાથ, સેવી વિવિધ વિધે મા, આરાધી નવનાથ, ચોરાસી સિદ્ધે મા. ૪૪ આવી અયોધ્યા ઇશ, નામી શિશ વળ્યાં મા, દશ મસ્તક ભુજ વીસ, છેદી સીતા મળ્યા મા. ૪૫ નૃપ ભીમકની કુમારી તમ પૂજ્યે પામી મા, રૃક્ષ્મણી રમણ મુરારી મન માન્યો સ્વામી મા. ૪૬ રાખ્યા પાંડુ કુમાર, છાના સ્ત્રી સંગે મા, સંવત્સર એક બાર, વામ્યા તમ અંગે મા. ૪૭ બાંધ્યો તન પ્રધુમન, છૂટે નહીં કેથી મા, સ્મરી પૂરી સનખલ, ગયો કારાગ્રહથી મા. ૪૮ વેદ પુરાણ પ્રમાણ, શાસ્ત્ર સકળ સાખી મા, શક્તિ સૃષ્ટિ મંડાણ, સર્વ રહ્યા રાખી મા. ૪૯ જ્યાં જ્યાં જુગતે જોઇ, ત્યાં ત્યાં તુ તેવી મા, પ્રેમ વિભ્રમ મતિ ખોઇ, કહી ન શકું કેવી મા. ૫૦ ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતી તું ભવની મા, આદ્ય મધ્ય અવસાન, આકાશે અવની મા. ૫૧ તિમિર હરણ શશીસૂર, તે તારો ધોખો મા, અમી અગ્નિ ભરપૂર, થઇ પોખો શોખો મા. ૫૨ ષટ ઋતુ ષટ માસ, દ્વાદશ પ્રતિબન્ધે મા, અંધકાર ઉજાસ, અનુક્રમ અનુસન્ધે મા. ૫૩ ધરતી તળ ધન ધાન્ય, ધ્યાન ધર્યે નાવો મા, પ્રજા પાલન પ્રજન્ય, અણચિંતવ્યા આવો મા. ૫૪ સકલ સિદ્ધિ સુખદાયી, પયદયી ધૃત માંહી મા, સર્વે રસ સરસાઇ, તુજ વિણ નહીં કાંઇ મા. ૫૫ સુખ દુખ બે સંસાર, તારા નિપજાવ્યા મા, બુદ્ધિ બળ ને બલિહાર, ઘણું ડાહ્યા વાહ્યા મા. ૫૬ ક્ષુધા તૃષા નિદ્રાય, લઘુ યૌવન વૃદ્ધા મા, શાંતિ શૌર્ય ક્ષમાય, તું સઘળે શ્રદ્ધા મા. ૫૭ કામ ક્રોધ મોહ લોભ, મદ મત્સર મમતા મા, તૃષ્ણા સ્થિરતા ક્ષોભ, શર્મ ધૈર્ય સમતા મા. ૫૮ ધર્મ અર્થ ને કામ, મોક્ષ તું મંમાયા મા, વિશ્વ તણો વિશ્રામ, ઉર અંતર છાયા માં. ૫૯ ઉદય ઉદાહરણ અસ્ત, આદ્ય અનાદેની મા, ભાષા ભૂર સમસ્ત, વાગ વિવાદેની મા. ૬૦ હર્ષ હાસ્ય ઉપહાસ્ય, કાવ્ય કવિત વિદ તું મા, ભાવ ભેદ નિજ ભાષ્ય, ભ્રાંતિ ભલી ચિત્ત તું મા. ૬૧ ગીત નૃત્ય વાજીંત્ર, તાલ તાન માને મા, વાણી વિવિધ વિચિત્ર, ગુણ અગણિત ગાને મા. ૬૨ રતિ રસ વિવિધ વિલાસ, આશ સક્લ જગની મા, તન મન વધ્યે વાસ, મોહ માયા મંગની મા. ૬૩ જાણે અજાણે જગત, બે બધાં જાણે મા, જીવ સકળ આસક્ત, સહુ સરખા માણે મા. ૬૪ વિવિધ ભોગ મરજાદ, જગ દાખ્યુ ચાખ્યું મા, ગરથ સુરત નિઃસ્વાદ, પદ પોતે રાખ્યું મા. ૬૫ જડ, થડ, શાખ, પત્ર, ફૂળ ફલે ફરતી મા, પરમાણુ એકત્ર, રસ બસ વિયરતી મા. ૬૬ નિપટ અટપટી વાત, નામ કહું કોનું મા, સરજી સાતે ઘાત, માત અધિક સોનું મા. ૬૭ રત્ન, મણિ માણિક્ય, નંગ મંગીયા મુક્તા મા, આભા અટળ અધિક, અન્ય ન સંયુક્તા મા. ૬૮ નીલ પીત, આરક્ત, શ્યામ શ્વેત સરખી મા, ઉભય વ્યક્ત અવ્યક્ત, આદ્ય જગત જને નિરખી મા. ૬૯ નગ જે અધિકુળ આઠ, હિમાચલ આદ્યે મા, પવન ગગન ઠઠી ઠાઠ, તુજ રચિતા બાંધે મા. ૭૦ વાપી કૂપ તળાવ, તું સરિતા સિંધુ મા, જળ તારણ જયમ નાવ, ત્યમ તારણ ભવ બંધુ મા. ૭૧ વૃક્ષ વન ભાર અઢાર, ભૂ ઉપર ઊભા મા, કૃત્ય કમ કરનાર, કોશ વિધાં કુંભા મા. ૭૨ જડ ચેતન તું અભિધાન અંશ અંશધારી મા, માનવી માટે માન, એ કરણી તારી મા. ૭૩ વર્ણ ચાર વિધિ કર્મ ધર્મ સહિત સ્થાપી મા, બેને બાર અપર્મ અનુચર વર આપી મા. ૭૪ વાડવ વન્હિ નિવાસ, મુખ માતા પોતે મા, તૃપ્તે તૃપ્તે આશ, માત જગત જોતે મા. ૭૫ લખ ચોરાસી જંત, સહુ ત્હારા કીધા મા, આણી અસુરનો અંત, દણ્ડ ભલા દીધા મા. ૭૬ દુષ્ટ દમ્યા કંઈ વાર, દારૃણ દુઃખ દેતા મા, દૈત્ય કર્યા સંહાર, ભાગ યજ્ઞો લેતા મા. ૭૭ શુદ્ધ કરણ સંસાર, કર ત્રિશુલ લીધું મા, ભૂમિ તણો શિરભાર, હરવા મન કીધું મા. ૭૮ બહુચર બુદ્ધિ ઉદાર, ખળ ખોળી ખાવા મા, સંત ચરણ ભવપાર, સાધ્ય કરે સાહવા મા. ૭૯ અધમ ઉદ્ધારણ હાર, આસનથી ઊઠી મા, રાખણ જગ વ્યવહાર, બદ્ધ બાંધી બેઠી મા. ૮૦ આણી મન આનંદ, મહી માંડયા પગલાં મા, તેજ કિરણ રવિચંદ, દે નાના ડગલાં મા. ૮૧ ભર્યા કદમ બે ચાર, મદમાતી મદભર મા, મનમાં કરી વિચાર, તેડાવ્યો અનુચર મા. ૮૨ કુરકુટ કરી આરોહ, કરુણાકર ચાલી મા, નખ, પંખી મેદયોહ, પગ પૃથ્વી હાલી મા. ૮૩ ઊડીને આકાશ, થઈ અદ્ભુત આવ્યો મા, અધક્ષણમાં એક શ્વાસ અવનિતળ લાવ્યો મા. ૮૪ પાપી કરણ નીપાત, પૃથ્વી પડ માંહી મા, ગોઠયું મન ગુજરાત, ભીલાંભડ સાહી મા. ૮૫ ભોળી ભવાની માય, ભાવ ભલે ભાળે મા, કીધી ધણી કૃપાય, ચુંવાળે આળે મા. ૮૬ નવખંડ ન્યાળી નેટ, નજર વજર પેઢી મા, ત્રણ ગામ ને ત્રણ તરભેટ, ઠેર ઠરી બેઠી મા. ૮૭ સેવક સારણ કાજ, સંખલપુર સેડે મા, ઊઠયો એક અવાજ, દેડાણા નેડે મા. ૮૮ આવ્યા શર્ણં અશર્ણ, અતિ આનંદ ભર્યો મા, ઉદિત મુદિતા રવિકિર્ણ, દસદિશ જસ પ્રસર્યો મા. ૮૯ સકલ સમય જગમાત, બેઠા ચિત સ્થિર થઈ મા, વસુધામાં વિખ્યાત, વાતવાયુ વિધિ ગઈ મા. ૯૦ જાણે સહુ જગ જોર, જગજનની જોખે મા, અધિક ઉડાડયો શોર, વાસ કરી ગોખે મા. ૯૧ ચાર ખૂટ ચોખાણ, ચર્ચાએ ચાલી મા, જનજન પ્રતિ મુખવાણ, બહુચર બિરદવાળી મા. ૯૨ ઉદો ઉદો જયકાર, કીધો નવખંડે મા, મંગળ વર્ત્યાં કરે ચાર, ચઉદે બ્રહ્માંડે મા. ૯૩ ગાજ્યા સાગર સાત દૂધે મેઘ ઊઠયા મા, અધમ અધર ઉત્પાત, સહુ કીધા જૂઠા મા. ૯૪ હર્યા સુરનર નાગ, મુખ જોઈ ‘મા’ નું મા, અવલોકી અનુરાગ મુનિવર સરખાનું મા. ૯૫ નવગ્રહ નમવા કાજ, પાગ પાળી આવ્યા મા, ઉપર ઉઘરાણ કાજ, મણિમુક્તા લાવ્યા મા. ૯૬ દશ દિશના દિક્પાલ દેખી દુઃખ પામ્યા મા, જન્મ મરણ જંજાળ, મટતા સુખ પામ્યા મા. ૯૭ ગુણ ગાંધર્વ યશ ગાન, નૃત્ય કરે રંભા મા, સુર સ્વર સુણતા કાન, ગતિ થઈ ગઈ સ્થંભા મા. ૯૮ ગુણનિધિ ગરબો જેહ, બહુચર તુમ કેરો મા, ધારે ધારી દેહ, સફળ ફળે કરે ફેરો મા. ૯૯ પામે પદારથ પાંચ, શ્રવણે સાંભળતા મા, નાવે ઉન્હી આંચ, દાવાનળ બળતા મા. ૧૦૦ શસ્ત્ર ન અઢકે અંગ, આદ્ય શક્તિ રાખે મા, નિત નિત નવલે રંગ, ધર્મ કર્મ પાખે મા. ૧૦૧ જળ જે અકળ અઘાત, ઉતારે બેડે મા, ક્ષણ ક્ષણ નિશદિન માત, ભવસંકટ ફેડે મા. ૧૦૨ ભૂત પ્રેત જાંબુક વ્યંતરી હાકિની ડાકીણી મા, ના વે આડી અચૂક, સમર્યાં શક્તિની મા. ૧૦૩ ચરણ કરણ ગતિ ભંગ ખંગ પંગ વાળે મા, ગુંગ મુંગ મુખ અંગ વ્યાધિ બધી ઢાળે મા. ૧૦૪ નેણ વિહોણાને, નેહે નેણ આપે, મા, પુત્ર વિહોણાને, કોણે કંઈ મેણા તું કાપે મા. ૧૦૫ કલિ કલ્પતરુ ઝાડ, જે જાણે તેને મા, ભક્ત લડાવે લાડ, પાડ વિના કેને મા. ૧૦૬ પ્રગટ પુરુષ પુરુષાઈ, તું આપે પળમાં મા, ઠાલાં ઘર ઠકુરાઈ, દે દળ હળબળમાં મા. ૧૦૭ નિર્ધનને ધન પાત્ર, તું કરતા શું છે મા, રોગ, દોષ દુઃખ માત્ર, હરતા શું છે મા ? ૧૦૮ હય, ગજ, રથ સુખપાલ, આલ વિના અજરે મા, વંદે બહુચર બાલ, ન્યાલ કરે નજરે મા. ૧૦૯ ધર્મ ધજા ધન ધાન, ન ટાળે ધામ થકી મા, મહિપતિ દે મુખ માન, માં ના નામ થકી મા. ૧૧૦ નરનારી ધરી દેહ, હેતે જે ગાશે મા, કુમતિ કર્મ કૃત ખેહ, થઈ ઊડી જાશે મા. ૧૧૧ ભગવતી ગીત ચરિત્ર, નિત સુણશે કાને મા, થઈ કુળ સહિત પવિત્ર, ચડશે વૈમાને મા. ૧૧૨ તુંથી નથી કો વસ્તુ તેથી તુને તર્પુ મા, પૂરણ પ્રગટ પ્રશસ્ત, સી ઉપમા અર્પુ મા. ૧૧૩ વારંવાર પ્રણામ, કર જોડી કીજે મા, નિર્મળ નિશ્વળ નામ, જનનીનું લીજે મા. ૧૧૪ નમો નમો જગમાત, નામ સહસ્ત્ર તારે મા, માત તાત ને ભ્રાત તું સર્વે મારે મા. ૧૧૫ સંવત શતદશ સાત, નેવું ફાલ્ગુન સુદે મા, તિથિ તૃતીયા વિખ્યાત, શુભ વાસર બુધે મા. ૧૧૬ રાજનગર નિજ ધામ, પુર નવીન મધ્યે મા, આઈ આદ્ય વિશ્રામ, જાણે જગત બધ્યે મા. ૧૧૭ કરી દુર્લભ સુલર્ભ, રહું છું છેવાડો મા, કર જોડી વલ્લભ, કહે ભટ્ટ મેવાડો મા. ૧૧૮
https://www.lokdayro.com/
आज मने आनंद, वाध्यो अति घणो मा, गावा गरबा छंद, बहुचर मात तणो मा. १ अळवे आळ पंपाळ, अपेक्षा आणी मा, छो इच्छा प्रतिपाळ, द्यो अमृतवाणी मा. २ स्वर्ग मृत्यु पाताळ, वास सकळ तारो मा, बाळ करी संभाळ, कर झालो मारो मा. ३ तोतळा मुख तन्न, तो तो तोय कहे मा, अर्भक मागे अन्न, निज माता मन लहे मा ४ नहीं सव्य अपसव्य, कंइ कोइ जाणुं मा, कवि कहाव्या काव्य, मन मिथ्या आणुं मा ५ कुलज कुपात्र कुशील, कर्म अकर्म भर्यो मा, मूरखमां अणमोल, रस रटवा विचर्यो मा ६ मूढ प्रमाणे मति, मन मिथ्या मापी मा, कोण लहे उत्पत्ति, विश्व रह्या व्यापी मा ७ प्राक्रम पौढ प्रचंड, प्रबळ न पळ प्रीछुं मा, पूर्ण प्रगट अखंड, अज्ञा थको इच्छुं मा ८ अर्णव ओछे पात्र, अकळ करी आणुं मा, पामुं नहीं पळमात्र, मन जाणुं नाणुं मा ९ रसना युग्म हजार, ते रटतां हार्यो मा, इशे अंश लगार लइ मन्मथ मार्यो मा १० मार्कंड मुनिराय मुख , माहात्मय तुज भाख्युं मा, जैमिनी ऋषि जेवाय, उर अंतरे राख्युं मा. ११ अणगण गुण गति गोत, खेल खरो न्यारो मा, मात जागती ज्योत, झळहळतो पारो मा. १२ जण तृणवत गुणनाथ, कहुं उंडळ गुंडळ मा, भरवा बुद्धि बे हाथ, ओधामां उंडळ मा. १३ पाघ नमावी शीश, कहुं घेलुं गांडु मा, मात न धरशो रीस, छो खुल्लुं खांडुं मा. १४ आद्य निरंजन एक, अलख अकळ राणी मा, तुजथी अवर अनेक, विस्तरतां जाणी मा. १५ शक्ति सृजवा सूष्टी, सहज स्वभाव स्वकल्पे मा, किंचित् करुणा दष्ट, कृत कृत कोटी कल्प मा. १६ मातंगी मन मुक्त, रमवा कीधुं मन मा, जोवा युक्त अयुक्त, रचियां चौद भुवन मा. १७ नीर गगन भू तेज, सेज करी नीर्म्यां मा, मारुत वस जे छे ज, भांड करी भरम्या मा. १८ तत्क्षण तनथी देह, त्रण करी पेदा मा, भवकृत कर्ता जेह, सृजे पाळे छेदा मा. १९ प्रथम कर्यो उच्चार, वेद चार वायक मा, धर्म समस्त प्रकार, भू भणवा लाय मा. २० प्रगटी पंच महाभूत, अवर सर्व जे को मा, शक्ति सर्व संयुक्त, शक्ति विण नहीं को मा. २१ मूळ महीं मंडाण, महा माहेश्वरी मा, जग सचराचर जाण, जय विश्वेश्वरी मा. २२ जळमध्ये जळशायी, पोढया जगजीवन मा, बेठां अंतरीक्ष आइ, खोळे राखी तन मा. २३ व्योम विमाननी वाट, ठाठ ठठयो आछो मा, घटघट सरखो घाट, काच बन्यो काचो मा. २४ जन्म जन्म अवतार, आकाशे आणी मा, र्निमित हित करनार, नखशिख नारायणी मा. २५ पन्नगने पशु पंखी, पृथक पृथक प्राणी मा, जुग जुग मांहि झंखी, रृपे रृद्राणी मा. २६ चक्षु मध्य चैतन्य वच्चे आसन टीकी मा, जणाववा जनय मन्य, मध्ये माता कीकी मा. २७ अणूचर तृणचर वायु, चर वारि चरता मा, उदर उदर भरी आयु, तुं भवानी भर्ता मा. २८ रजो तमो ने सत्व, त्रिगुणात्मक त्राता मा, त्रिभुवन तारण तत्त्व, जगत तणी जाता मा. २९ ज्यां जयम त्यां त्यम रृप, तेज धर्युं सघळे मा, कोटी करे जय घूप, कोइ तुजने न कळे मा. ३० मेरु शिखर महीं मांही, धोळगढ पासे मा, बाळी बहुचर माय, आद्य वसे वासो मा. ३१ न लहे ब्रह्मा भेद, गुह्य गति ताहरी मा, वाणी वखाणे वेद, शी मति महारी मा. ३२ विष्णु विमासी मन्य, धन्य ज उच्चरिया मा, अवर न तुमथी अन्य, बाळी बहुचरिया मा. ३३ माने मन माहेश, मात मया कीधे मा, जाणे सुरपति शेष, सहु तारे लीधे मा. ३४ सहस्त्र फणाधर शेष, शक्ति सबळ साधी मा, नाम धर्युं नागेश, कीर्ति ज तो वाधी मा. ३५ मच्छ कच्छ वाराह, नृसिंह वामन थइ मा, अवतारो ताराह ते, तुज महात्म्य म्ही मा. ३६ परशुराम श्रीराम राम, बनी बळ जेह मा, बुद्ध कलंकी नाम, दश विध धारी देह मा. ३७ मध्य मथुराथी बाळ, गोकुळ तो पहोंच्यु मा, तें नाखी मोहजाळ, कोइ बीजुं नहोतुं मा. ३८ कृष्ण कृष्ण अवतार, कली कारण कीधुं मा, भक्ति मुक्ति दातार, थइ दर्शन दीधुं मा. ३९ व्यंढळने वळी नार, पुरुषपणे राख्यां मा, ए अचरज संसार, श्रुति स्मृतिए भाख्या मा. ४० जाणी व्यंढळ काय, जगमां अणजुक्ति मा, मा मोटे महिमाय, इन्द्र कथे युक्ति मा. ४१ म्हेरामण मथी मेर, कीधो रवैयो स्थिर मा, काढयां रत्न एक तेर, वासुकिना नेतर मा. ४२ सुर संकट हरनार, सेवकना सन्मुख मा, अविगत अगमअपार, आनंदो दधि सुख मा. ४३ सनकादिक मुनि साथ, सेवी विविध विधे मा, आराधी नवनाथ, चोरासी सिद्धे मा. ४४ आवी अयोध्या इश, नामी शिश वळ्यां मा, दश मस्तक भुज वीस, छेदी सीता मळ्या मा. ४५ नृप भीमकनी कुमारी तम पूज्ये पामी मा, रृक्ष्मणी रमण मुरारी मन मान्यो स्वामी मा. ४६ राख्या पांडु कुमार, छाना स्त्री संगे मा, संवत्सर एक बार, वाम्या तम अंगे मा. ४७ बांध्यो तन प्रधुमन, छूटे नहीं केथी मा, स्मरी पूरी सनखल, गयो काराग्रहथी मा. ४८ वेद पुराण प्रमाण, शास्त्र सकळ साखी मा, शक्ति सृष्टि मंडाण, सर्व रह्या राखी मा. ४९ ज्यां ज्यां जुगते जोइ, त्यां त्यां तु तेवी मा, प्रेम विभ्रम मति खोइ, कही न शकुं केवी मा. ५० भूत भविष्य वर्तमान, भगवती तुं भवनी मा, आद्य मध्य अवसान, आकाशे अवनी मा. ५१ तिमिर हरण शशीसूर, ते तारो धोखो मा, अमी अग्नि भरपूर, थइ पोखो शोखो मा. ५२ षट ऋतु षट मास, द्वादश प्रतिबन्धे मा, अंधकार उजास, अनुक्रम अनुसन्धे मा. ५३ धरती तळ धन धान्य, ध्यान धर्ये नावो मा, प्रजा पालन प्रजन्य, अणचिंतव्या आवो मा. ५४ सकल सिद्धि सुखदायी, पयदयी धृत मांही मा, सर्वे रस सरसाइ, तुज विण नहीं कांइ मा. ५५ सुख दुख बे संसार, तारा निपजाव्या मा, बुद्धि बळ ने बलिहार, घणुं डाह्या वाह्या मा. ५६ क्षुधा तृषा निद्राय, लघु यौवन वृद्धा मा, शांति शौर्य क्षमाय, तुं सघळे श्रद्धा मा. ५७ काम क्रोध मोह लोभ, मद मत्सर ममता मा, तृष्णा स्थिरता क्षोभ, शर्म धैर्य समता मा. ५८ धर्म अर्थ ने काम, मोक्ष तुं मंमाया मा, विश्व तणो विश्राम, उर अंतर छाया मां. ५९ उदय उदाहरण अस्त, आद्य अनादेनी मा, भाषा भूर समस्त, वाग विवादेनी मा. ६० हर्ष हास्य उपहास्य, काव्य कवित विद तुं मा, भाव भेद निज भाष्य, भ्रांति भली चित्त तुं मा. ६१ गीत नृत्य वाजींत्र, ताल तान माने मा, वाणी विविध विचित्र, गुण अगणित गाने मा. ६२ रति रस विविध विलास, आश सक्ल जगनी मा, तन मन वध्ये वास, मोह माया मंगनी मा. ६३ जाणे अजाणे जगत, बे बधां जाणे मा, जीव सकळ आसक्त, सहु सरखा माणे मा. ६४ विविध भोग मरजाद, जग दाख्यु चाख्युं मा, गरथ सुरत निःस्वाद, पद पोते राख्युं मा. ६५ जड, थड, शाख, पत्र, फूळ फले फरती मा, परमाणु एकत्र, रस बस वियरती मा. ६६ निपट अटपटी वात, नाम कहुं कोनुं मा, सरजी साते घात, मात अधिक सोनुं मा. ६७ रत्न, मणि माणिक्य, नंग मंगीया मुक्ता मा, आभा अटळ अधिक, अन्य न संयुक्ता मा. ६८ नील पीत, आरक्त, श्याम श्वेत सरखी मा, उभय व्यक्त अव्यक्त, आद्य जगत जने निरखी मा. ६९ नग जे अधिकुळ आठ, हिमाचल आद्ये मा, पवन गगन ठठी ठाठ, तुज रचिता बांधे मा. ७० वापी कूप तळाव, तुं सरिता सिंधु मा, जळ तारण जयम नाव, त्यम तारण भव बंधु मा. ७१ वृक्ष वन भार अढार, भू उपर ऊभा मा, कृत्य कम करनार, कोश विधां कुंभा मा. ७२ जड चेतन तुं अभिधान अंश अंशधारी मा, मानवी माटे मान, ए करणी तारी मा. ७३ वर्ण चार विधि कर्म धर्म सहित स्थापी मा, बेने बार अपर्म अनुचर वर आपी मा. ७४ वाडव वन्हि निवास, मुख माता पोते मा, तृप्ते तृप्ते आश, मात जगत जोते मा. ७५ लख चोरासी जंत, सहु त्हारा कीधा मा, आणी असुरनो अंत, दण्ड भला दीधा मा. ७६ दुष्ट दम्या कंई वार, दारृण दुःख देता मा, दैत्य कर्या संहार, भाग यज्ञो लेता मा. ७७ शुद्ध करण संसार, कर त्रिशुल लीधुं मा, भूमि तणो शिरभार, हरवा मन कीधुं मा. ७८ बहुचर बुद्धि उदार, खळ खोळी खावा मा, संत चरण भवपार, साध्य करे साहवा मा. ७९ अधम उद्धारण हार, आसनथी ऊठी मा, राखण जग व्यवहार, बद्ध बांधी बेठी मा. ८० आणी मन आनंद, मही मांडया पगलां मा, तेज किरण रविचंद, दे नाना डगलां मा. ८१ भर्या कदम बे चार, मदमाती मदभर मा, मनमां करी विचार, तेडाव्यो अनुचर मा. ८२ कुरकुट करी आरोह, करुणाकर चाली मा, नख, पंखी मेदयोह, पग पृथ्वी हाली मा. ८३ ऊडीने आकाश, थई अद्भुत आव्यो मा, अधक्षणमां एक श्वास अवनितळ लाव्यो मा. ८४ पापी करण नीपात, पृथ्वी पड मांही मा, गोठयुं मन गुजरात, भीलांभड साही मा. ८५ भोळी भवानी माय, भाव भले भाळे मा, कीधी धणी कृपाय, चुंवाळे आळे मा. ८६ नवखंड न्याळी नेट, नजर वजर पेढी मा, त्रण गाम ने त्रण तरभेट, ठेर ठरी बेठी मा. ८७ सेवक सारण काज, संखलपुर सेडे मा, ऊठयो एक अवाज, देडाणा नेडे मा. ८८ आव्या शर्णं अशर्ण, अति आनंद भर्यो मा, उदित मुदिता रविकिर्ण, दसदिश जस प्रसर्यो मा. ८९ सकल समय जगमात, बेठा चित स्थिर थई मा, वसुधामां विख्यात, वातवायु विधि गई मा. ९० जाणे सहु जग जोर, जगजननी जोखे मा, अधिक उडाडयो शोर, वास करी गोखे मा. ९१ चार खूट चोखाण, चर्चाए चाली मा, जनजन प्रति मुखवाण, बहुचर बिरदवाळी मा. ९२ उदो उदो जयकार, कीधो नवखंडे मा, मंगळ वर्त्यां करे चार, चउदे ब्रह्मांडे मा. ९३ गाज्या सागर सात दूधे मेघ ऊठया मा, अधम अधर उत्पात, सहु कीधा जूठा मा. ९४ हर्या सुरनर नाग, मुख जोई ‘मा’ नुं मा, अवलोकी अनुराग मुनिवर सरखानुं मा. ९५ नवग्रह नमवा काज, पाग पाळी आव्या मा, उपर उघराण काज, मणिमुक्ता लाव्या मा. ९६ दश दिशना दिक्पाल देखी दुःख पाम्या मा, जन्म मरण जंजाळ, मटता सुख पाम्या मा. ९७ गुण गांधर्व यश गान, नृत्य करे रंभा मा, सुर स्वर सुणता कान, गति थई गई स्थंभा मा. ९८ गुणनिधि गरबो जेह, बहुचर तुम केरो मा, धारे धारी देह, सफळ फळे करे फेरो मा. ९९ पामे पदारथ पांच, श्रवणे सांभळता मा, नावे उन्ही आंच, दावानळ बळता मा. १०० शस्त्र न अढके अंग, आद्य शक्ति राखे मा, नित नित नवले रंग, धर्म कर्म पाखे मा. १०१ जळ जे अकळ अघात, उतारे बेडे मा, क्षण क्षण निशदिन मात, भवसंकट फेडे मा. १०२ भूत प्रेत जांबुक व्यंतरी हाकिनी डाकीणी मा, ना वे आडी अचूक, समर्यां शक्तिनी मा. १०३ चरण करण गति भंग खंग पंग वाळे मा, गुंग मुंग मुख अंग व्याधि बधी ढाळे मा. १०४ नेण विहोणाने, नेहे नेण आपे, मा, पुत्र विहोणाने, कोणे कंई मेणा तुं कापे मा. १०५ कलि कल्पतरु झाड, जे जाणे तेने मा, भक्त लडावे लाड, पाड विना केने मा. १०६ प्रगट पुरुष पुरुषाई, तुं आपे पळमां मा, ठालां घर ठकुराई, दे दळ हळबळमां मा. १०७ निर्धनने धन पात्र, तुं करता शुं छे मा, रोग, दोष दुःख मात्र, हरता शुं छे मा ? १०८ हय, गज, रथ सुखपाल, आल विना अजरे मा, वंदे बहुचर बाल, न्याल करे नजरे मा. १०९ धर्म धजा धन धान, न टाळे धाम थकी मा, महिपति दे मुख मान, मां ना नाम थकी मा. ११० नरनारी धरी देह, हेते जे गाशे मा, कुमति कर्म कृत खेह, थई ऊडी जाशे मा. १११ भगवती गीत चरित्र, नित सुणशे काने मा, थई कुळ सहित पवित्र, चडशे वैमाने मा. ११२ तुंथी नथी को वस्तु तेथी तुने तर्पु मा, पूरण प्रगट प्रशस्त, सी उपमा अर्पु मा. ११३ वारंवार प्रणाम, कर जोडी कीजे मा, निर्मळ निश्वळ नाम, जननीनुं लीजे मा. ११४ नमो नमो जगमात, नाम सहस्त्र तारे मा, मात तात ने भ्रात तुं सर्वे मारे मा. ११५ संवत शतदश सात, नेवुं फाल्गुन सुदे मा, तिथि तृतीया विख्यात, शुभ वासर बुधे मा. ११६ राजनगर निज धाम, पुर नवीन मध्ये मा, आई आद्य विश्राम, जाणे जगत बध्ये मा. ११७ करी दुर्लभ सुलर्भ, रहुं छुं छेवाडो मा, कर जोडी वल्लभ, कहे भट्ट मेवाडो मा. ११८
https://www.lokdayro.com/
aja mane ananda، vadhyo ati ghano ma، gava garaba chanda ، bahucara mata tano ma. 1 alave ala pampala، apeksa ani ma، cho iccha pratipala ، dyo amrtavani ma. 2 svarga mrtyu patala، vasa sakala taro ma، bala kari sambhala ، kara jhalo maro ma. 3 totala mukha tanna، to to toya kahe ma، arbhaka mage anna ، nija mata mana lahe ma 4 nahim savya apasavya، kami ko'i janum ma، kavi kahavya kavya ، mana mithya anum ma 5 kulaja kupatra kusila، karma akarma bharyo ma، murakhamam anamola ، rasa ratava vicaryo ma 6 mudha pramane mati، mana mithya mapi ma، kona lahe utpatti ، visva rahya vyapi ma 7 prakrama paudha pracanda، prabala na pala prichum ma، purna pragata akhanda ، ajna thako icchum ma 8 arnava oche patra، akala kari anum ma، pamum nahim palamatra ، mana janum nanum ma 9 rasana yugma hajara، te ratatam haryo ma، ansa lagara la'i manmatha maryo ma 10 markanda muniraya mukha، mahatmaya tuja bhakhyum ma، jaimini rsi jevaya ، ura antare rakhyum ma. 11 anagana guna gati gota، khela kharo n'yaro ma، mata jagati jyota ، jhalahalato paro ma. 12 jana trnavata gunanatha، kahum undala gundala ma، bharava bud'dhi be hatha ، odhamam undala ma. 13 pagha namavi sisa، kahum ghelum gandu ma، mata na dharaso risa ، cho khullum khandum ma. 14 adya niranjana eka، alakha akala rani ma، tujathi avara aneka ، vistaratam jani ma. 15 sakti srjava susti، sahaja svabhava svakalpe ma، kincit karuna dasta ، krta krta koti kalpa ma. 16 matangi mana mukta، ramava kidhum mana ma، jova yukta ayukta ، raciyam cauda bhuvana ma. 17 nira gagana bhu teja، seja kari nirmyam ma، maruta vasa je che ja ، bhanda kari bharamya ma. 18 tatksana tanathi deha، trana kari peda ma، bhavakrta karta jeha ، srje pale cheda ma. 19 prathama karyo uccara، veda cara vayaka ma، dharma samasta prakara ، bhu bhanava laya ma. 20 pragati panca mahabhuta، avara sarva je ko ma، sakti sarva sanyukta ، sakti vina nahim ko ma. 21 mula mahim mandana، maha mahesvari ma، jaga sacaracara jana ، jaya visvesvari ma. 22 jalamadhye jalasayi، podhaya jagajivana ma، betham antariksa a'i ، khole rakhi tana ma. 23 vyoma vimanani vata، thatha thathayo acho ma، ghataghata sarakho ghata ، kaca ban'yo kaco ma. 24 janma janma avatara، akase ani ma، rnimita hita karanara ، nakhasikha narayani ma. 25 pannagane pasu pankhi، prthaka prthaka prani ma، juga juga manhi jhankhi ، rrpe rrdrani ma. 26 caksu madhya caitan'ya vacce asana tiki ma ، janavava janaya man'ya ، madhye mata kiki ma. 27 anucara trnacara vayu، cara vari carata ma، udara udara bhari ayu ، tum bhavani bharta ma. 28 rajo tamo ne satva، trigunatmaka trata ma، tribhuvana tarana tattva ، jagata tani jata ma. 29 jyam jayama tyam tyama rrpa، teja dharyum saghale ma، koti kare jaya ghupa ، ko'i tujane na kale ma. 30 meru sikhara mahim manhi، dholagadha pase ma، bali bahucara maya ، adya vase vaso ma. 31 na lahe brahma bheda، guhya gati tahari ma، vani vakhane veda ، si mati mahari ma. 32 visnu vimasi man'ya، dhan'ya ja uccariya ma، avara na tumathi an'ya ، bali bahucariya ma. 33 mane mana mahesa، mata maya kidhe ma، jane surapati sesa ، sahu tare lidhe ma. 34 sahastra phanadhara sesa، sakti sabala sadhi ma، nama dharyum nagesa ، kirti ja to vadhi ma. 35 maccha kaccha varaha، nrsinha vamana tha'i ma، avataro taraha te ، tuja mahatmya mhi ma. 36 parasurama srirama rama، bani bala jeha ma، bud'dha kalanki nama ، dasa vidha dhari deha ma. 37 madhya mathurathi bala، gokula to pahoncyu ma، tem nakhi mohajala ، ko'i bijum nahotum ma. 38 krsna krsna avatara، kali karana kidhum ma، bhakti mukti datara ، tha'i darsana didhum ma. 39 vyandhalane vali nara، purusapane rakhyam ma، e acaraja sansara ، sruti smrti'e bhakhya ma. 40 jani vyandhala kaya، jagamam anajukti ma، ma mote mahimaya ، indra kathe yukti ma. 41 mheramana mathi mera، kidho ravaiyo sthira ma، kadhayam ratna eka tera ، vasukina netara ma. 42 sura sankata haranara، sevakana sanmukha ma، avigata agama'apara ، anando dadhi sukha ma. 43 sanakadika muni satha، sevi vividha vidhe ma، aradhi navanatha ، corasi sid'dhe ma. 44 avi ayodhya isa، nami sisa valyam ma، dasa mastaka bhuja visa ، chedi sita malya ma. 45 nrpa bhimakani kumari tama pujye pami ma ، rrksmani ramana murari mana man'yo svami ma. 46 rakhya pandu kumara، chana stri sange ma، sanvatsara eka bara ، vamya tama ange ma. 47 bandhyo tana pradhumana، chute nahim kethi ma، smari puri sanakhala ، gayo karagrahathi ma. 48 veda purana pramana، sastra sakala sakhi ma، sakti srsti mandana ، sarva rahya rakhi ma. 49 jyam jyam jugate jo'i، tyam tyam tu tevi ma، prema vibhrama mati kho'i ، kahi na sakum kevi ma. 50 bhuta bhavisya vartamana، bhagavati tum bhavani ma، adya madhya avasana ، akase avani ma. 51 timira harana sasisura، te taro dhokho ma، ami agni bharapura ، tha'i pokho sokho ma. 52 sata rtu sata masa، dvadasa pratibandhe ma، andhakara ujasa ، anukrama anusandhe ma. 53 dharati tala dhana dhan'ya، dhyana dharye navo ma، praja palana prajan'ya ، anacintavya avo ma. 54 sakala sid'dhi sukhadayi، payadayi dhrta manhi ma، sarve rasa sarasa'i ، tuja vina nahim kami ma. 55 sukha dukha be sansara، tara nipajavya ma، bud'dhi bala ne balihara ، ghanum d'̔ahya vahya ma. 56 ksudha trsa nidraya، laghu yauvana vrd'dha ma، santi saurya ksamaya ، tum saghale srad'dha ma. 57 kama krodha moha lobha، mada matsara mamata ma، trsna sthirata ksobha ، sarma dhairya samata ma. 58 dharma artha ne kama، moksa tum mammaya ma، visva tano visrama ، ura antara chaya mam. 59 udaya udaharana asta، adya anadeni ma، bhasa bhura samasta ، vaga vivadeni ma. 60 harsa hasya upahasya، kavya kavita vida tum ma، bhava bheda nija bhasya ، bhranti bhali citta tum ma. 61 gita nrtya vajintra، tala tana mane ma، vani vividha vicitra ، guna aganita gane ma. 62 rati rasa vividha vilasa، asa sakla jagani ma، tana mana vadhye vasa ، moha maya mangani ma. 63 jane ajane jagata، be badham jane ma، jiva sakala asakta ، sahu sarakha mane ma. 64 vividha bhoga marajada، jaga dakhyu cakhyum ma، garatha surata nihsvada ، pada pote rakhyum ma. 65 jada ، thada ، sakha ، patra ، phula phale pharati ma ، paramanu ekatra ، rasa basa viyarati ma. 66 nipata atapati vata، nama kahum konum ma، saraji sate ghata ، mata adhika sonum ma. 67 ratna ، mani manikya ، nanga mangiya mukta ma ، abha atala adhika ، an'ya na sanyukta ma. 68 nila pita ، arakta ، syama sveta sarakhi ma ، ubhaya vyakta avyakta ، adya jagata jane nirakhi ma. 69 naga je adhikula atha، himacala adye ma، pavana gagana thathi thatha ، tuja racita bandhe ma. 70 vapi kupa talava، tum sarita sindhu ma، jala tarana jayama nava ، tyama tarana bhava bandhu ma. 71 vrksa vana bhara adhara، bhu upara ubha ma، krtya kama karanara ، kosa vidham kumbha ma. 72 jada cetana tum abhidhana ansa ansadhari ma ، manavi mate mana ، e karani tari ma. 73 varna cara vidhi karma dharma sahita sthapi ma ، bene bara aparma anucara vara api ma. 74 vadava vanhi nivasa، mukha mata pote ma، trpte trpte asa ، mata jagata jote ma. 75 lakha corasi janta، sahu t'hara kidha ma، ani asurano anta ، danda bhala didha ma. 76 dusta damya kami vara، darrna duhkha deta ma، daitya karya sanhara ، bhaga yajno leta ma. 77 sud'dha karana sansara، kara trisula lidhum ma، bhumi tano sirabhara ، harava mana kidhum ma. 78 bahucara bud'dhi udara، khala kholi khava ma، santa carana bhavapara ، sadhya kare sahava ma. 79 adhama ud'dharana hara، asanathi uthi ma، rakhana jaga vyavahara ، bad'dha bandhi bethi ma. 80 ani mana ananda، mahi mandaya pagalam ma، teja kirana ravicanda ، de nana dagalam ma. 81 bharya kadama be cara، madamati madabhara ma، manamam kari vicara ، tedavyo anucara ma. 82 kurakuta kari aroha، karunakara cali ma، nakha ، pankhi medayoha ، paga prthvi hali ma. 83 udine akasa، tha'i adbhuta avyo ma، adhaksanamam eka svasa avanitala lavyo ma. 84 papi karana nipata، prthvi pada manhi ma، gothayum mana gujarata ، bhilambhada sahi ma. 85 bholi bhavani maya، bhava bhale bhale ma، kidhi dhani krpaya ، cunvale ale ma. 86 navakhanda n'yali neta، najara vajara pedhi ma، trana gama ne trana tarabheta ، thera thari bethi ma. 87 sevaka sarana kaja، sankhalapura sede ma، uthayo eka avaja ، dedana nede ma. 88 avya sarnam asarna، ati ananda bharyo ma، udita mudita ravikirna ، dasadisa jasa prasaryo ma. 89 sakala samaya jagamata، betha cita sthira tha'i ma، vasudhamam vikhyata ، vatavayu vidhi ga'i ma. 90 jane sahu jaga jora، jagajanani jokhe ma، adhika udadayo sora ، vasa kari gokhe ma. 91 cara khuta cokhana، carca'e cali ma، janajana prati mukhavana ، bahucara biradavali ma. 92 udo udo jayakara، kidho navakhande ma، mangala vartyam kare cara ، ca'ude brahmande ma. 93 gajya sagara sata dudhe megha uthaya ma ، adhama adhara utpata ، sahu kidha jutha ma. 94 harya suranara naga، mukha jo'i "ma" num ma، avaloki anuraga munivara sarakhanum ma. 95 navagraha namava kaja، paga pali avya ma، upara ugharana kaja ، manimukta lavya ma. 96 dasa disana dikpala dekhi duhkha pamya ma ، janma marana janjala ، matata sukha pamya ma. 97 guna gandharva yasa gana، nrtya kare rambha ma، sura svara sunata kana ، gati tha'i ga'i sthambha ma. 98 gunanidhi garabo jeha، bahucara tuma kero ma، dhare dhari deha ، saphala phale kare phero ma. 99 pame padaratha panca، sravane sambhalata ma، nave unhi anca ، davanala balata ma. 100 sastra na adhake anga، adya sakti rakhe ma، nita nita navale ranga ، dharma karma pakhe ma. 101 jala je akala aghata، utare bede ma، ksana ksana nisadina mata ، bhavasankata phede ma. 102 bhuta preta jambuka vyantari hakini dakini ma ، na ve adi acuka ، samaryam saktini ma. 103 carana karana gati bhanga khanga panga vale ma ، munga mukha anga vyadhi badhi dhale ma. 104 nena vihonane ، nehe nena ape ، ma ، putra vihonane ، kone kami mena tum kape ma. 105 kali kalpataru jhada، je jane tene ma، bhakta ladave lada ، pada vina kene ma. 106 pragata purusa purusa'i، tum ape palamam ma، thalam ghara thakura'i ، de dala halabalamam ma. 107 nirdhanane dhana patra، tum karata sum che ma، roga ، dosa duhkha matra ، harata sum che ma؟ 108 haya ، gaja ، ratha sukhapala ، ala vina ajare ma ، vande bahucara bala ، n'yala kare najare ma. 109 dharma dhaja dhana dhana، na tale dhama thaki ma، mahipati de mukha mana ، mam na nama thaki ma. 110 naranari dhari deha، hete je gase ma، kumati karma krta kheha ، tha'i udi jase ma. 111 bhagavati gita caritra، nita sunase kane ma، tha'i kula sahita pavitra ، cadase vaimane ma. 112 tunthi nathi ko vastu tethi tune tarpu ma ، purana pragata prasasta ، si upama arpu ma. 113 varanvara pranama، kara jodi kije ma، nirmala nisvala nama ، jananinum lije ma. 114 namo namo jagamata، nama sahastra tare ma، mata tata ne bhrata tum sarve mare ma. 115 sanvata satadasa sata، nevum phalguna sude ma، tithi trtiya vikhyata ، subha vasara budhe ma. 116 rajanagara nija dhama، pura navina madhye ma، a'i adya visrama ، jane jagata badhye ma. 117 kari durlabha sularbha، rahum chum chevado ma، kara jodi vallabha ، kahe bhatta mevado ma. 118
https://www.lokdayro.com/
આ ગરબા ના રચયિતા : ? 🙁
આ ગરબા ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગરબો ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગરબો ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गरबा के रचयिता : ? 🙁
ये गरबा के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गरबा गाया जाता हे : ? 🙁
ये गरबा कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this garba : ? 🙁
popular singer of this garba : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy